News Continuous Bureau | Mumbai

Surat: ‘અંગદાન એ જ મહાદાન’, સિવિલમાં બ્રેઇનડેડ દર્દીની ૨ કિડની, લીવર અને ૨ ચક્ષુ મળી ૫ અંગોના દાનથી અન્યોને આપ્યું નવજીવન..

Surat: સુરતની નવી સિવિલ ખાતેથી છેલ્લા સાડા છ મહિનામાં ૩૫ અંગદાન’, દાનવીરોની ભૂમિ સુરતમાં અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતા

Surat: Organs of brain-dead boy give new life to six in Surat

News Continuous Bureau | Mumbai

માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની ઉક્તિને સાકાર કરતી દાનવીરોની ભૂમિ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૨૪ કલાકમાં બીજુ સફળ અંગદાન થયું છે. નવી સિવિલની તબીબી અને પેરામેડિકલ ટીમના સફળ પ્રયાસોના પરિણામે દર અઠવાડિયે એક થી બે અંગદાન થઈ રહ્યા છે. આજે શહેરના પાંડેસરા ખાતે રહેતા ૪૭ વર્ષીય બ્રેઈનડેડ દિપકભાઇ શ્રીધર લિમજેની બે કિડની, એક લિવર અને બે ચક્ષુઓનું દાન કરવામાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

Join Our WhatsApp Channel
Surat: Organs of brain-dead boy give new life to six in Surat

Surat: Organs of brain-dead boy give new life to six in Surat

શહેરમાં દિન પ્રતિદિન અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતાને પરિણામે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ૩૫મું અંગદાન થયું છે. સુરતના પાંડેસરા વિસ્તારના અપેક્ષાનગરમાં રહેતા ૪૭ વર્ષીય દિપકભાઈ લિમજે પાંડેસરામાં સંચા ખાતામાં કામ કરી પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તાઃ૨૦મી જુલાઈના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે જમ્યા પછી બહાર ખાડી પાસે ગયા હતા, ત્યાં ચક્કર આવતા પગ લપસી જવાથી પડી ગયા હતા. ત્યારબાદ તત્કાલ બેભાન અવસ્થામાં સાંજે ૫:૦૦ વાગ્યે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં નિદાનમાં Intraparenchymal hemorrhage (IPH) અને intraventricular hemorrhage (IVH) થયું હોવાનું જણાયુ હતું.

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt :  આલિયા ભટ્ટના પગલે નહીં ચાલે ‘રાહા’, અભિનેત્રીએ તેની પુત્રીના કરિયર પ્લાનિંગ વિશે કહી આ વાત

સિવિલમાં સઘન સારવાર બાદ તા.૨૨મીએ રાત્રે ૨.૦૦ વાગ્યે ન્યુરોફિઝિશિયન ડો.જય પટેલ તથા ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, આર. એમ. ઓ. ડો. કેતન નાયક, ડો. નિલેશ કાપડીયા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સ્વ.દિપકભાઈના પરિવારમાં પત્ની કલ્પનાબેન, પુત્ર હર્ષ તથા મનીષ છે. જેઓને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી હતી.
બ્રેઈનડેડ દિપકભાઈની બન્ને કિડની અને લીવર અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયારે બે ચક્ષુને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફના સહિયારા પ્રયાસો તથા મીડિયાના માધ્યમથી દિન પ્રતિદિન અંગદાન પ્રત્યે લોક જાગૃતિ આવી રહી છે, ત્યારે લિમજે પરિવારની અન્યોને મદદરૂપ થવાની ભાવના થકી આજે થયેલા સફળ અંગદાનથી માનવતા ફરી વાર મહેંકી ઉઠી હતી.

Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
Exit mobile version