ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
સુરત શહેરમાં મંગળવારે વધુ ૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં રાંદેર ઝોનમાં જહાંગીરપુરા નક્ષત્ર નેબ્યુલા ખાતે રહેતી ૧૭ વર્ષીય સંસ્કાર ભારતી વિદ્યાલયની ધોરણ ૧૨ સાયન્સની વિદ્યાર્થિની અને રાંદેર ગામ અંબાજી ચકલા ખાતે રહેતી ૧૫ વર્ષીય રિવરડેલ સ્કૂલની ૧૧ સાયન્સની વિદ્યાર્થિની, સાઉથ વેસ્ટ ઝોનમાં અઠવાલાઈન્સ બદલી મહેલ એપાર્ટમેન્ટ ખાતે રહેતી ૬૯ વર્ષીય વૃદ્ધા અને તેમને ત્યાં કામ કરતી ૪૬ વર્ષીય ઘરઘાટી મહિલા, વેસુ સ્વસ્તિક રેસીડેન્સી ખાતે રહેતી ૬૩ વર્ષીય વૃદ્ધા, પાર્લેપોઈન્ટ સોમનાથ એન્કલેવ ખાતે રહેતા અને ટેક્ષટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા ૩૨ વર્ષીય યુવાન તેમજ સેન્ટ્રલ ઝોનમાં બેગમપુરા કુતબીવાડ ખાતે રહેતા ૯૪ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમીત થયા છે. ગત રોજ શહેરમાં ૭ અને જિલ્લામાં ૦ કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના ૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૪૪,૦૮૬ થઈ છે. મંગળવારે શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી ૨ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૨૮ થઈ છે. શહેરમાં ઇ્ઁઝ્રઇ ટેસ્ટિંગ વધારીને ૫ હજાર સુધી લઇ જવા તથા કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિએન્ટ નાના બાળકોમાં ઝડપથી ફેલાતો હોવાથી તમામ હોસ્પિટલોમાં પીડિયાટ્રીક વોર્ડ તૈયાર કરવા પણ સૂચના અપાઇ છે. રાજ્યના મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સથી પાલિકાને વિવિધ મુદ્દે કાર્યવાહીની સુચના આપી હતી. પાલિકા કમિશનરે આ અંગે ઝોનલ અધિકારીઓ તેમજ વિભાગીય વડાઓને સુચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. પાલિકાએ રસીથી વંચિતોને શોધવા શરૂ કરેલા ‘હર ઘર દસ્તક’ કેમ્પેઇન હેઠળ જે લોકો ઘરમાં ન મળે તો તે ક્યાં છે? તે જાણી સંપર્ક કરવા પણ જણાવ્યું છે. સરકારે સુરત પાલિકાને નવા વેરિયન્ટ મામલે સતર્ક રહેવાની સૂચના સાથે નવા ડેલ્ટા વેરિએન્ટ નાના બાળકોમાં ઝડપથી ફેલાતો હોવાનું જણાય આવેલ છે તે માટે તમામ હોસ્પિટલોમાં જરૂરી આયોજન સાથે પીડિયાટ્રીક વોર્ડ તૈયાર કરી રાખવા પણ તાકીદ કરી છે. શહેર બહારથી આવતા તેમજ વિદેશથી આવતા મુસાફરોનું સઘન ચેકિંગ તેમજ તેમના ક્વોરોન્ટાઇન ઉપર નજર રાખવા પણ આગાહ કર્યાં છેકોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે. શહેરમાં ગત રોજ કોરોનાના નવા ૭ કેસ સામે આવ્યાં હતાં. જેથી કોરોનાનો આંકડો વધીને ૧,૪૪,૦૮૬ પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા કેસમાં બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. જેથી બંને સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ કોરોનાને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ અને વેક્સિનેશન તેજ કરી દેવામાં આવ્યું છે.તેમજ નિયમો પણ કડક કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના વાલીઓના વેક્સિન સર્ટીની સાથે સાથે મુંબઈથી આવતાં મુસાફરોના પણ ટેસ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પરિવર્તનનો પવન ફુંકાયો : આ ઇસ્લામિક દેશમાં શુક્રવારે બધું ખુલ્લું રહેશે… જાણો વિગતે
