ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
મુંબઈ પોલીસે પોતાના સુપરકોપ સચિન વઝે ને નોકરી માટે ડિસમિસ કરી દીધો છે. પહેલા તેને માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પર તપાસ જાહેર કરવામાં આવી હતી. હવે તેને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યો છે. આ સંદર્ભે પોલીસ વિભાગે સંવિધાનની કલમ 311(2)(B) અનુસાર પગલાં લઈને તેને નોકરીમાંથી બરખાસ્ત કર્યો છે.
કોરોનાથી બચવા વલખા મારતા રાજ્ય : વધુ એક રાજ્યમાં લોકડાઉન લાગ્યું, જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં તે આરોપી છે અને છેલ્લા ઘણા સમયથી એનઆઈએ ની કસ્ટડીમાં છે. હવે સચિન વઝે પોલીસ વિભાગમાં વાપસી નહીં કરી શકે. તેમજ તેની વિરુદ્ધ કાર્યવાહી વધુ આસાન થઈ જશે.