Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની તાજ હોટેલોને ‘પાકિસ્તાન’થી મળી ધમકી, આખા વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

30 જુન 2020

મુંબઈની તાજ કોલાબા અને બાંદ્રાની તાજ લેન્ડ્સ એન્ડને મંગળવારે ધમકીનો કોલ મળ્યો હતો, જેના પગલે આ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફોન સવારે 12.30 વાગ્યે પાકિસ્તાનથી કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. કોલરે બંને હોટલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. કોલ ઉઠાવનાર કર્મચારીનું નિવેદન પણ પોલીસે રેકોર્ડ કર્યું છે.

2008 માં, મુંબઈની ગેટવે ઓફ ઈન્ડિયા વાળી તાજ હોટલ, 26/11 ના આતંકી હુમલાનો શિકાર બની હતી. ભારતના ઇતિહાસમાં સૌથી ભયંકર આતંકવાદી હુમલામાં, 26 નવેમ્બર, 2008 ના રોજ પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં તબાહી મચાવી હતી ત્યારે 166 લોકો માર્યા ગયા હતાં અને 300 થી વધુ ઘાયલ થયા હતાં….

આ ઉપરાંત આતંકવાદીઓએ નરીમાન હાઉસને પણ નિશાન બનાવ્યું હતું જેમાં છ યહૂદીઓ માર્યા ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે હુમલો થયો તે સમયે ઇઝરાયેલના દૂત પણ મુંબઈના આ નરીમાન હાઉસમાં જ હતા.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VupFV1  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com      

Nashik Shankhnaad World Record ચેન્નઈથી ખાસ મંગાવાયેલા શંખ અને સાડા પાંચ મિનિટ સુધી અવિરત ગુંજ! નાસિકના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ
Umar Khalid Book Controversy Pune કેન્દ્ર સરકારની લાઈબ્રેરીમાં ઉમર ખાલિદનું પુસ્તક IISER પુણેમાં વિવાદ વકરતાં પુસ્તક હટાવાયું!
Bhiwandi Online Betting Racket Busted ભિવંડીમાં ઓનલાઇન સટ્ટાબાજીના મસમોટા રેકેટનો પર્દાફાશ ભોઇવાડા પોલીસે ૧૦ આરોપીઓને દબોચ્યા, ૩૨ મોબાઇલ અને ૪૬ એટીએમ કાર્ડ જપ્ત!
Navi Mumbai Flamingos Early Arrival કચ્છમાં ઓછા વરસાદથી નવી મુંબઈમાં ફ્લેમિંગોનું વહેલું આગમન પ્રદૂષિત વેટલેન્ડ્સને લીધે પક્ષીપ્રેમીઓમાં ચિંતા!
Exit mobile version