Site icon News Continuous Bureau | Mumbai

Tamil Nadu: જંગલમાં માતાથી વિખૂટું હાથીનું બચ્ચું, તમિલ નાડુના અનામલાઈ ટાઈગર રિઝર્વના અધિકારીઓએ આ રીતે કરાવ્યું મિલન.. જુઓ વિડીયો

Tamil Nadu: મા અને બાળકનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. પછી ભલે તે કોઈ વ્યક્તિનો સંબંધ હોય કે પછી કોઈ જાનવરનો…. વ્યક્તિની જેમ જાનવર પણ બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હોય છે અને જ્યારે બાળક થોડાક દૂર ચાલ્યા જાય છે ત્યારે તેઓ પરેશાન થઈ જાય છે. આવી જ એક ઘટના તામિલ નાડુમાં પ્રકાશમાં આવી છે.

Tamil Nadu Lost Baby Elephant Reunited With Mother In Tamil Nadu By Forest Team

Tamil Nadu Lost Baby Elephant Reunited With Mother In Tamil Nadu By Forest Team

News Continuous Bureau | Mumbai 

Tamil Nadu: ઘણી વખત જંગલમાં ફરતી વખતે કેટલાક પ્રાણીઓ ( animal )  ટોળામાંથી ભટકી જાય છે અને અલગ થઈ જાય છે. તમિલનાડુ ( Tamil Nadu ) માં પણ આવું જ થયું. એક હાથીનું બચ્ચું ( elephant cub ) ટોળાથી અલગ થઈ ગયું. તે તેની માતાને શોધી રહ્યું હતું પરંતુ તેની નાની ઉંમર અને અનુભવના અભાવને કારણે તે ટોળામાં પાછો પહોંચી શક્યો ન હતો. આ પછી વન વિભાગની ટીમે હાથીના બચ્ચાને તેની માતા સુધી પહોંચાડવાની જવાબદારી લીધી. હાથીના બાળકની ઉંમર લગભગ 4 થી 5 મહિનાની હતી.

Join Our WhatsApp Channel

જુઓ વિડીયો 

 

ટોળાથી અલગ થઇ ગયું હાથીનું બાળક

IAS સુપ્રિયા સાહુના જણાવ્યા અનુસાર, તમિલનાડુના પોલ્લાચી સ્થિત અનામલાઈ ટાઈગર રિઝર્વ ( Annamalai Tiger Reserve ) માં એક હાથીનું બાળક ટોળાથી અલગ થઇ ગયું હતું. વનકર્મીઓને આ અંગેની માહિતી મળતા જ તેમણે તેની માતા અને અન્ય હાથીના ટોળાની શોધખોળ શરૂ કરી હતી. વનકર્મીઓએ જંગલમાં હાથીઓના ટોળાને શોધવા માટે ડ્રોનની મદદ લીધી હતી.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir : વડોદરાથી અયોધ્યા જવા રવાના થઇ 108 ફૂટની ધુપબત્તી, લોકો કરી રહ્યા છે પુષ્પવર્ષા, જુઓ વિડિયો..

આ રીતે વનકર્મીએ કરાવ્યું મિલન

ડ્રોન વડે હાથીઓના ટોળાને શોધી કાઢ્યા બાદ તે હાથીના બચ્ચાંને તે દિશામાં લઈ જવાયો, જ્યાં ટોળું હાજર હતું. અને અંતે તે બાળકને માતા સુધી પહોંચાડવામાં સફળ રહ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં વનકર્મીઓ હાથીના બચ્ચાને લઈને જતા જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં હાથીનું બાળક તેની માતા સાથે જોવા મળી રહ્યું છે. ATR અધિકારીએ જણાવ્યું કે હાથીના બચ્ચા અને ટોળા પર નજર રાખવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે.

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version