Site icon News Continuous Bureau | Mumbai

પ્રાંતવાદના મસીહા એવા આ રાજ્યના શિક્ષણમંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવદેન, કહ્યું- હિન્દી બોલનારા લોકો પાણી-પુરી વેચે છે.,,  

News Continuous Bureau | Mumbai 

દેશમાં હિન્દી ભાષાના રાજકીય ગરમાવા વચ્ચે તમિલનાડુ(Tamil nadu)ના ઉચ્ચ શિક્ષણમંત્રી ડો. કે પોનમુડી(Dr.K.Ponmudy)એ એક વિવાદાસ્પદ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે.

Join Our WhatsApp Channel

કોઈમ્બતૂર સ્થિત ભરતિયાર યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હાજર લોકોને સંબોધિત કરતા તમિલનાડુના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ભાષાની રીતે જોઈએ તો હિન્દી(Hindi)થી વધારે અંગ્રેજી (English)મહત્વપૂર્ણ છે. તેમણે દાવા સાથે જણાવ્યું કે હિન્દી બોલનાર લોકો બીજા વર્ગની નોકરી કરે છે, હિન્દી ભાષીઓ અહીં કોઈમ્બતુરમાં પાણીપુરી વેચે છે. 

કોન્વોકેશનના મંચ પર તમિલનાડૂના રાજ્યપાલ આરએન રવિ પણ હાજર હતા. ત્યારે ડો. કે પોનમુડીએ સવાલ ઉઠાવ્યો કે જો એક આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી(International Language) શીખવાડવામાં આવી રહી છે તો કોઈ હિન્દી ભાષા કેમ શીખે? તેમણે દાવો કર્યો કે ભારતમાં તમિલનાડુ શિક્ષણ પ્રણાલી(Tamil Nadu education system in India)માં મોખરે છે. તમિલ વિદ્યાર્થી કોઈ પણ ભાષા શીખવા માટે તૈયાર છે. જોકે, હિન્દી એક વૈકલ્પિક વિષય હોવો જોઈએ, અનિવાર્ય નહીં.

આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે!! આવતી કાલે વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશનની વચ્ચે પાંચ કલાકનો જમ્બો બ્લોક.. જાણો વિગત અહીં..

વિદ્યાર્થીઓને સંબોધિત કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની સારી વાતોને લાગૂ કરવામાં આવશે, પરંતુ તેમણે દાવો કર્યો છે કે રાજ્ય સરકાર બે ભાષા પ્રણાલી લાગૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વ્યંગ્યાત્મક લહેકામાં જણાવ્યું હતું કે, હિન્દીથી ઘણી પ્રભાવશાળી અને મૂલ્યવાન ભાષા અંગ્રેજી છે. 

તેમણે દાવો કર્યો કે હિન્દી ભાષી લોકો નાની મોટી બીજા વર્ગની નોકરી કરે છે. તેઓ કહે છે કે જો તમે હિન્દી ભણશો તો તમને નોકરી મળશે? શું હકીકતમાં એવું છે!  

Bhiwandi Online Betting Racket Busted ભિવંડીમાં ઓનલાઇન સટ્ટાબાજીના મસમોટા રેકેટનો પર્દાફાશ ભોઇવાડા પોલીસે ૧૦ આરોપીઓને દબોચ્યા, ૩૨ મોબાઇલ અને ૪૬ એટીએમ કાર્ડ જપ્ત!
Navi Mumbai Flamingos Early Arrival કચ્છમાં ઓછા વરસાદથી નવી મુંબઈમાં ફ્લેમિંગોનું વહેલું આગમન પ્રદૂષિત વેટલેન્ડ્સને લીધે પક્ષીપ્રેમીઓમાં ચિંતા!
Maharashtra Unified Electricity Billing System મુંબઈગરાઓ માટે લાઈટ બિલ ભરવું હવે બન્યું સુપર ઇઝી! અલગઅલગ ચક્કરોમાંથી મળી મુક્તિ જાણો નવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
Maharashtra Weather Yellow Alert મુંબઈ, થાણે અને પાલઘરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું સંકટ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ!
Exit mobile version