Site icon

આ શહેરમાં પ્રશાસને તંદુરી રોટી બનાવવા પર મૂક્યો પ્રતિબંધ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મધ્યપ્રદેશનું જબલપુર શહેર આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે હવે તમને અહીં ખાવા માટે તંદૂરી રોટી નહીં મળે. જિલ્લા પ્રશાસને ભટ્ટી પર બનેલી તંદૂરી રોટી બનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Tandoor Roti Ban in Madhya pradesh

આ શહેરમાં પ્રશાસને તંદુરી રોટી બનાવવા પર મૂક્યો પ્રતિબંધ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશનું ( Madhya pradesh ) જબલપુર શહેર આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે હવે તમને અહીં ખાવા માટે તંદૂરી રોટી નહીં મળે. જિલ્લા પ્રશાસને ભટ્ટી પર બનેલી તંદૂરી રોટી ( Tandoor Roti ) બનાવવા પર પ્રતિબંધ ( Ban  ) લગાવી દીધો છે. પ્રશાસનનું કહેવું છે કે તંદુરી રોટી બનાવવાથી પ્રદૂષણ વધુ ફેલાય છે. આ આદેશ આવતા જ હોટલ માલિકોમાં હલચલ મચી ગઈ છે. એટલું જ નહીં તંદૂરી રોટી ખાતા ગ્રાહકોને પણ મોટો ફટકો પડ્યો છે. તે જ સમયે, આદેશનું પાલન ન કરનાર હોટેલ માલિકો સામે લાખો રૂપિયાનો દંડ થઈ શકે છે.

Join Our WhatsApp Community

જબલપુર જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગે શહેરના 50 હોટલ માલિકોને નોટિસ પાઠવી છે. જેમાં હોટલ અને ઢાબાના સંચાલકોને સ્પષ્ટપણે કહેવાયું છે કે હવે લાકડા-કોલસા સળગાવી તંદૂરનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેના બદલામાં ઇલેક્ટ્રિક ઓવન અથવા એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

5 લાખનો દંડ થઈ શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વહીવટીતંત્રનું કહેવું છે કે તંદૂરમાં કોલસા અને લાકડાનો ધુમાડો પ્રદૂષણનું કારણ બને છે. તંદુરી રોટીમાં પણ કાર્બન વધુ હોય છે. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી, તંદૂરને બદલે, હવે ઇલેક્ટ્રિક અથવા એલપીજી ગેસ સ્ટોવ લગાવવો જોઈએ. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે માલિકો આદેશનું પાલન નહીં કરે તેમને 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  ભૂકંપને કારણે ત્રણ મીટર ખસ્યું તુર્કી, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લોકો તંદૂરી રોટી ખાવાના ખૂબ જ શોખીન છે. પરંતુ રાજ્ય સરકારની આ સૂચના બાદ તંદૂરી રોટીના શોખીનો નિરાશ થયા છે. તેમજ આ આદેશથી ઢાબા-હોટલના માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઢાબા માલિકોને ડર છે કે સરકારના આ આદેશ બાદ બિઝનેસ પર માઠી અસર પડશે.

ઇલેક્ટ્રિક ઓવનનો ઉપયોગ મોંઘો થશે

આદેશ જારી કર્યા બાદ પ્રશાસને હોટલ માલિકોને ત્રણ દિવસનો સમય આપ્યો છે. હોટેલ માલિકોનું કહેવું છે કે જો ઇલેક્ટ્રિક ઓવન કે એલપીજીનો ઉપયોગ કરવામાં આવશે તો તંદૂરી રોટલી મોંઘી થશે. પ્રશાસને તંદૂરને રોકવા માટે ખાદ્ય વિભાગના અધિકારીઓ સાથે પ્રદૂષણ નિયંત્રણ ટીમો તૈનાત કરી છે. હાલમાં જબલપુર કદાચ મધ્યપ્રદેશનો પ્રથમ જિલ્લો હશે. જ્યાં તંદૂર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ખુશખબર / આગામી સમયમાં સસ્તી થઈ જશે કાર, નીતિન ગડકરીએ પોતે કહી આ વાત

 

Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Mumbai Mayor Election Update: ૩૧ જાન્યુઆરીએ મુંબઈ મેયરની ચૂંટણી નહીં યોજાય; ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે કયા મુદ્દે અટકી છે વાત? જાણો વિગત
Exit mobile version