Site icon News Continuous Bureau | Mumbai

Tapi-Karjan Lift Scheme: તાપી-કરજણ લિફ્ટ યોજનાનું ૯૨% કામ પૂર્ણ, સુરત અને નર્મદા જિલ્લાના આટલા ગામોને મળશે લાભ..

Tapi-Karjan Lift Scheme: સુરત અને નર્મદા જિલ્લા માટે રૂ. ૬૫૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર તાપી-કરજણ લીફ્ટ યોજનાનું ૯૨% કામ પૂર્ણ : ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે : જળ સંપત્તિ રાજ્ય મંત્રીશ્રી મુકેશ પટેલ

Tapi-Karjan Lift Scheme 92% of the work of Tapi-Karjan Lift Scheme is complete

Tapi-Karjan Lift Scheme 92% of the work of Tapi-Karjan Lift Scheme is complete

News Continuous Bureau | Mumbai

Tapi-Karjan Lift Scheme: જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂ. ૬૫૧ કરોડના ખર્ચે નિર્માણધીન તાપી-કરજણ લિફ્ટ યોજનાનું ૯૨% કામ પૂર્ણ થયું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે.

Join Our WhatsApp Channel

આજે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીનું એક પણ ટીંપુ વેડફાય નહીં અને ખેડૂતોને વધુ ને વધુ સિંચાઈની સુવિધા મળે એ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને અનેકવિધ સિંચાઈ યોજનાઓ અમલી બનાવી છે. તાપી-કરજણ લીફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે. જેમાં ૨૧૨ મીટર ઊંચાઈ સુધી પાણી લિફ્ટ કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે. આ યોજના થકી સુરત અને ઉંમરપાડાના ૭૩ ગામોમાં ૫૩,૭૪૮ એકર જમીનને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ૫૧ ગામોમાં ૩૫,૯૪૬ એકર વિસ્તાર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ૨૨ ગામોમાં ૧૭,૮૦૨ એકર વિસ્તારનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Unreserved Ticket: પશ્ચિમ રેલ્વેએ પીક સીઝન દરમિયાન મુસાફરીને બનાવી સરળ, 200 કિમીથી વધુ મુસાફરી માટે અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગની નવી સુવિધા રજુ કરી

Tapi-Karjan Lift Scheme: તેમણે ઉમેર્યું કે આ, યોજના થકી ૯૯ હયાત ચેકડેમ તેમજ ૪ નવા ચેકડેમો મળી કુલ ૧૦૩ ચેકડેમોમાં પાણી ભરવામાં આવનાર છે આ યોજના હેઠળ ચાર પંપિંગ સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં ત્રણ પંપિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થયું છે. જ્યારે બે પંપિંગ સ્ટેશનનું ૭૦% કામ પૂર્ણ થયેલ છે જે સત્વરે પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version