Site icon

ચૂંટણી ચિહ્નનો વિવાદ પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટ- ઠાકરે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને પડકાયો – કર્યો આ આક્ષેપ 

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivena)ના ચૂંટણી ચિહ્ન(Election symbol)નો વિવાદ હવે દિલ્હી હાઈકોર્ટ (Delhi High court)સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે(Election commission of India) શિવસેનાના ચૂંટણી પ્રતીક ધનુષ અને બાણ(Bow and Arrow)ને ફ્રીઝ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. હવે ચૂંટણી પંચના આ નિર્ણય સામે શિવસેનાના ઠાકરે જૂથે(Thackeray group) દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. ઠાકરે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ અરજીમાં, શિવસેના(Shivsena) એ આક્ષેપ કર્યો છે કે નિયમો અનુસાર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી શિવસેનાએ ચૂંટણી પંચના નિર્ણયને સ્થગિત કરવાની માગ કરી છે. શિવસેનાએ તેના ત્રણ વૈકલ્પિક પ્રતીકો માટે રક્ષણ મેળવવા માટે કોર્ટમાં અરજી પણ કરી છે. હવે દિલ્હી હાઈકોર્ટ(Delhi high court) આ મામલે શું આદેશ આપે છે તેના પર લોકોની નજર ટકેલી છે. કહેવામાં આવી રહ્યું છે આ મામલે સોમવાર અથવા મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  સંજય રાઉત ઉવાચ- જામીન અરજી પર સુનાવણી માટે જેલમાંથી બહાર આવેલા શિવસેના નેતાએ હવામાં બાણ છોડ્યા

દરમિયાન, શિવસેનાના ઠાકરે અને શિંદે જૂથ(Shinde group)એ ચૂંટણી પંચના નિર્દેશ મુજબ વૈકલ્પિક ચૂંટણી ચિન્હ અને જૂથ નામો ચૂંટણી પંચને સુપરત કર્યા છે. ચૂંટણી પંચ દ્વારા આજે બંને જૂથોને ચૂંટણી ચિન્હ આપવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં બળવો થયા બાદ શિંદે જૂથે શિવસેના પર દાવો કર્યો છે. શિંદે જૂથે પાર્ટીનો દાવો દાખલ કર્યા બાદ ચૂંટણી પંચે આ મામલે સુનાવણી શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે શિવસેના અને શિંદે જૂથ પાસેથી દસ્તાવેજો માગ્યા હતા. ત્યારબાદ ચૂંટણી પંચે બંને પક્ષોના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ અને બાણને ફ્રીઝ કરી દીધું હતું. તે સિવાય શિવસેનાને તેના મૂળ નામનો ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવી છે.

 આ સમાચાર પણ વાંચો :  ઠાકરે જૂથ માટે શિંદે જૂથ બન્યો માથાનો દુખાવો- એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા આ ચિન્હો પર કર્યો દાવો

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version