Site icon News Continuous Bureau | Mumbai

Telangana News:ચમત્કાર કે બીજું કંઈ? 5 કલાક સુધી પાણી પર તરતી રહી લાશ, પોલીસે નદીમાંથી બહાર કાઢતાં જ બેઠો થયો યુવક; જુઓ વિડીયો.. 

 Telangana News:સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓએ વ્યક્તિને 4-5 કલાક સુધી આ રીતે પાણીમાં પડેલો જોયો. તેઓએ વિચાર્યું કે તે મરી ગયો છે. તે જ સમયે, વ્યક્તિએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે છેલ્લા 10 દિવસથી ગ્રેનાઈટ ખાણમાં 12 કલાકની શિફ્ટ કરી રહ્યો હતો

Telangana News “Body” floating in pond triggers panic in Hanamkonda

Telangana News “Body” floating in pond triggers panic in Hanamkonda

News Continuous Bureau | Mumbai

Telangana News:સોશિયલ મીડિયા પર ઘણી વખત આવા વીડિયો વાયરલ થતા હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આવો જ એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પાણીમાં એવી રીતે સૂઈ રહ્યો છે કે બધાએ ખોટું અનુમાન લગાવ્યું. બધાએ વિચાર્યું કે કદાચ એ વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું હશે અને તેનો મૃતદેહ પાણીમાં તરીને કિનારે આવ્યો હશે. પોલીસને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. પરંતુ જેમ જ એક પોલીસકર્મીએ તે વ્યક્તિનો હાથ પકડીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો કે તરત જ તેની આંખો પહોળી થઈ ગઈ. લોકો જેને મૃત માનતા હતા તે વ્યક્તિ ખરેખર  જીવિત નીકળી. હવે આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

Telangana News: જુઓ વિડીયો 

 

 

Telangana News: કલાકો સુધી પાણીમાં સૂતો રહ્યો 

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તળાવમાં એક વ્યક્તિનો મૃતદેહ દેખાઈ રહ્યો છે, જેમાં કોઈ હલચલ નથી. પહેલી નજરે બધાને લાગ્યું કે કદાચ વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું હશે અને તેની લાશ કિનારે તરતી આવી હશે. સ્થાનિક લોકોએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની ટીમે પોતે જોયું કે વ્યક્તિની લાશ પાણી પર તરી રહી છે. બાદમાં એક પોલીસકર્મી તરત જ ત્યાં ગયો અને તેને હાથથી ખેંચવા લાગ્યો. પરંતુ જેવો તેણે ખેંચવાનું શરૂ કર્યું, તે વ્યક્તિ ઉભો થઈને બેસી ગયો.

આ સમાચાર  પણ વાંચો :  જમ્મુ કાશ્મીર 48 કલાકમાં 3 મોટા આતંકવાદી હુમલા; રિયાસી અને કઠુઆ બાદ હવે આ વિસ્તારમાં આતંકી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

Telangana News: પોલીસ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ 

આવું દ્રશ્ય જોઈને પોલીસકર્મી પણ ચોંકી ઉઠ્યો હતો. તેની આ હરકતોથી સૌ કોઈ દંગ રહી ગયા. અહેવાલો મુજબ આ વીડિયો તેલંગાણાના હનમકોંડાનો હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓએ વ્યક્તિને 4-5 કલાક સુધી આ રીતે પાણીમાં પડેલો જોયો. તેઓએ વિચાર્યું કે તે મરી ગયો છે. તે જ સમયે, વ્યક્તિએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે આ કાળઝાળ ગરમીમાં દરરોજ 12 કલાક સતત કામ કરીને તે ખૂબ જ થાકી ગયો હતો, આ કારણે તે ગરમી અને થાકથી થોડી રાહત મેળવવા માટે તળાવમાં સૂઈ ગયો. આ દરમિયાન તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો અને ઊંઘી ગયો. આ ઘટના પછી લોકોને આશ્ચર્ય થાય છે કે પાણીની નીચે આટલી ઊંડી ઊંઘ કોઈને  આવે ખરી?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Maharashtra NCP Power Struggle અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં વર્ચસ્વની લડાઈ પાર્થ પવાર અને પ્રફુલ પટેલ જૂથ આમનેસામને
Gokul Dairy Election Row In Maharashtra મહારાષ્ટ્રમાં ગોકુલ ડેરીની ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ કોંગ્રેસ જીતતાં જ સરકારે નિયમો બદલ્યા, વિપક્ષનો ગંભીર આક્ષેપ
Uttarkashi Gangotri Highway Accident દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા! ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ; NDRFSDRF ના જવાનોએ શરૂ કર્યું મોટું સર્ચ ઓપરેશન
Mahayuti Political crisis મહાયુતિમાં ફરી તણાવ શિંદે જૂથની શિવસેનાના ૪ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ મંજૂર, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ તેજ
Exit mobile version