ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
તેલંગણાના નલગોંડા જિલ્લામાં શનિવારે હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે.
દુર્ઘટના કૃષ્ણા નદી પર નાગાર્જૂનસાગર બાંધ નજીક પેદ્દાવુરા બ્લોકના તુંગતુર્થી ગામમાં ઘટી છે.
આ હેલીકોપ્ટર ક્રેશમાં ટ્રેની પાયલટ સહિત બે પાયલટના મોત થઈ ગયા છે.
જોરદાર ધમાકા સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ સમયે પોલીસ અને મેડિકલ ટીમ પણ ત્યાં આવી પહોંચી છે.
માનવામાં આવી રહ્યું છે કે, ક્રેશ થયેલું હેલીકોપ્ટર ટ્રેની પાયલટ ઉડાવી રહ્યો હતો.
A female pilot and a trainee pilot said to be killed after a chopper crashed at Peddapur area of #Nalgonda dist of #Telangana. #Choppercrash #chopper #CrashLanding#Choppercrashed pic.twitter.com/WUhXVp0MHy
— Surya Reddy (@jsuryareddy) February 26, 2022
