Site icon News Continuous Bureau | Mumbai

લાલુપ્રસાદ યાદવે જેલમાં બેઠાં બેઠાં કરેલા એક કૉલએ સરકારની ઊંઘ ઉડાડી દીધી.. જાણો શું છે આ આખું ષડયંત્ર.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 નવેમ્બર 2020

બિહાર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના નેતા સુશીલ કુમાર મોદીએ એક સનસનીખેજ દાવો કરતા બિહારનું રાજકારણ ગરમાયું છે. બિહારના પૂર્વ ઉપમુખ્યંત્રી સુશીલ કુમાર મોદીએ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર જેલમાંથી ભાજપના એમએલએને ફોન કરી પદનું લાલચ આપી ખરીદવાનો આક્ષેપ કર્યો છે. સુશીલ મોદીએ લાલુ પ્રસાદની કથિત ઓડિયો ટેપ પણ જાહેર કરી છે, જેમાં તેઓ ભાજપના ધારાસભ્ય સાથે ફોનમાં વાતચીત કરતા હોવાનું સાંભળવા મળે છે.

Join Our WhatsApp Channel

આમ લાલુ પ્રસાદ યાદવ પર જેલમાંથી ફોન કરીને બિહારની નીતીશ સરકારને પાડવાનું ષડયંત્ર રચી રહયાનો  આરોપ મુકાયો છે. લાલુ યાદવ વિધાયકને લાલચ આપતા સંભળાય છે કે, "અમે લોકો તમને આગળ વધારીશું. કાલે સ્પીકરની ચૂંટણીમાં અમારો સાથ આપશો તો અમે સરકાર પાડી દઈશું અને તમને મંત્રી બનાવીશું. મતદાનમાં એબ્સન્ટ થઈ જાઓ. કહી દેજો કે કોરોના થઈ ગયો હતો."

આમ જેલમાં બેઠાબેઠા પણ લાલુ યાદવ તેજસ્વીને સીએમ બનાવવા થયા સક્રિય થયાં છે અને આ નેતાઓને ફોન કરી સરકાર તોડવાના પ્રયાસ કરી રહયાં હોવાના આરોપ લાગ્યાં છે.

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version