Site icon News Continuous Bureau | Mumbai

IMD Weather Forecast: ભારે ઉકળાટ અને બફારા ની તૈયારી રાખો. મોસમ વિભાગ નો આ છે વર્તારો…

IMD Weather Forecast: વિદર્ભ, મરાઠવાડામાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં વરસાદ પડી રહ્યો છે. આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન, ઉત્તર કોંકણના કેટલાક ભાગોમાં આજે હીટવેવની અસર જોવા મળી શકે છે.

IMD Temperatures will rise further in Mumbai, heat wave warning in Mumbai-Thane, Raigad, yellow alert for rain in Vidarbha and western Maharashtra IMD

IMD Temperatures will rise further in Mumbai, heat wave warning in Mumbai-Thane, Raigad, yellow alert for rain in Vidarbha and western Maharashtra IMD

 News Continuous Bureau | Mumbai 

IMD Weather Forecast: મહારાષ્ટ્રમાં હાલ એક તરફ કમોસમી વરસાદ, તો બીજી તરફ હીટવેવની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે વિદર્ભ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં વરસાદ માટે યેલો એલર્ટ જારી કર્યું છે. તો મુંબઈ, થાણેની સાથે રાયગઢમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે.

Join Our WhatsApp Channel

વિદર્ભ, મરાઠવાડામાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં વરસાદ પડી રહ્યો છે. આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની ( Heavy Rainfall ) શક્યતા છે. દરમિયાન, ઉત્તર કોંકણના કેટલાક ભાગોમાં આજે હીટવેવની અસર જોવા મળી શકે છે. બીજી તરફ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર , મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.

IMD Weather Forecast: આજે મહત્તમ તાપમાન 37-39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના…

હવામાન વિભાગે મુંબઈ, થાણે અને રાયગઢમાં હીટ વેવની ( heat wave ) ચેતવણી આપી છે . હવામાન વિભાગે આ વિસ્તારમાં સરેરાશ તાપમાનમાં 4.5 ડિગ્રી સેલ્સિયસથી વધુનો વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહત્તમ તાપમાન 37-39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો :  Monsoon Update: આ વર્ષે ભારતમાં થશે ભારે વરસાદ, આ અસરને કારણે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશેઃ હવામાન વિભાગની આગાહી..

તો રાજ્યમાં હજુ પણ કમોસમી હવામાનની સાથે કરા પડી રહ્યા છે. વિદર્ભ, મરાઠવાડામાં પાકને ભારે ફટકો પડ્યો છે. વિદર્ભમાં ખરાબ હવામાનને કારણે હજારો હેક્ટરના બગીચા અને પાકને નુકસાન થયું છે. બિનમોસમી વરસાદ ( Unseasonal rain ) હજુ પણ ચાલુ છે. જ્યારે સપ્તાહની શરૂઆતમાં કરા પડતા હજારો હેક્ટરનો પાક નાશ પામ્યો છે.

મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. IMDની આગાહી મુજબ દિલ્હી, હિમાચલ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. કર્ણાટકમાં પણ 17 એપ્રિલ સુધી વરસાદ થવાની સંભાવના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Customs Drug Bust બેંગકોકથી પરત ફરેલા મુસાફરના બેગમાંથી ૪.૮૩ કરોડની હાઈડ્રોપોનિક વીડ જપ્ત
Thane Illegal Godowns Demolition થાણેના શિલફાટામાં કાર્યવાહી, ૧૧૩ અનધિકૃત ગોડાઉન પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.
Exit mobile version