ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 ઓક્ટોબર, 2021.
શુક્રવાર.
દેશના સ્ટાર ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ આજે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે.
ગોવા ખાતે મમતા બેનર્જીની ઉપસ્થિતિમાં પેસે ટીએમસીનો હાથ પકડ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ તેમના નાના ભાઈ જેવા છે.
અગાઉ ગોવામાં આ જ કાર્યક્રમમાં અભિનેત્રી નફીસા અલી પણ TMCમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, લિએન્ડર પેસે ડબલ્સમાં મહારત મેળવેલી છે. તેમણે ડેવિસ કપમાં સૌથી વધુ ડબલ્સ જીત્યા છે.