Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં

Terror Plot Foiled: દિલ્હી સ્પેશિયલ સેલ અને મહારાષ્ટ્ર ATSનું સંયુક્ત ઓપરેશન; જૈશ-એ-મોહમ્મદ અને ISIS વચ્ચેના નવા ‘ટેરર નેટવર્ક’નો ખુલાસો, ડિજિટલ પુરાવા જપ્ત

by Janvi Soni
Terror Plot Foiled: Delhi Police & Maharashtra ATS Arrest 2 Suspects Linked to ISIS and JeM; Major Strike Averted

News Continuous Bureau | Mumbai

Terror Plot Foiled: ભારતની આંતરિક સુરક્ષા એજન્સીઓએ એક અત્યંત મહત્વના ઓપરેશનમાં મહારાષ્ટ્રમાંથી બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. આ બંને શખ્સો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS ની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતા અને પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતા. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ બંને સંગઠનો મળીને ભારતમાં કોઈ મોટા આત્મઘાતી હુમલા અથવા વિસ્ફોટોનું આયોજન કરી રહ્યા હતા.

ISIS અને જૈશ-એ-મોહમ્મદ વચ્ચેનું ખતરનાક ગઠબંધન

તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ માત્ર ISIS જ નહીં, પણ જૈશ-એ-મોહમ્મદના હેન્ડલર્સ સાથે પણ સતત ચેટ્સ અને કોલ દ્વારા જોડાયેલા હતા. સામાન્ય રીતે આ બંને સંગઠનો અલગ રીતે કામ કરે છે, પરંતુ આ કિસ્સામાં તેમના વચ્ચેનું ‘ટેરર નેટવર્ક’ જોઈને એજન્સીઓ સ્તબ્ધ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું પાકિસ્તાની હેન્ડલર્સ ભારતમાં અસ્થિરતા ફેલાવવા માટે અલગ-અલગ આતંકી સંગઠનોને એક મંચ પર લાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai Crime: ચર્ચગેટના ટાટા ગાર્ડનમાં લોહિયાળ ખેલ: ૫૫ વર્ષીય પ્રોઢની પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા, હુમલાખોર ફરાર

મોબાઈલ અને લેપટોપમાંથી મળ્યા મહત્વના બ્લૂપ્રિન્ટ

પોલીસે આરોપીઓ પાસેથી અનેક મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઉપકરણોમાંથી કેટલાક મહત્વના સ્થળોના નકશા, આતંકવાદી હેન્ડલર્સ સાથેની ગુપ્ત ચેટ્સ અને હુમલાના સંભવિત કાવતરાની વિગતો મળી આવી છે. આ તમામ ડિજિટલ પુરાવાઓને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ હવે આ બંનેને રિમાન્ડ પર લઈને તેમના સ્લીપર સેલ અને ફંડિંગના સ્ત્રોત વિશે ઊંડાણપૂર્વક પૂછપરછ કરશે.

મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં સર્ચ ઓપરેશન તેજ

આ ધરપકડ બાદ મહારાષ્ટ્ર ATS એ રાજ્યના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. તપાસ એજન્સીઓ એ જાણવા માંગે છે કે આ આતંકી મોડ્યુલના કેટલા સભ્યો હજુ બહાર ફરે છે અને તેમને સ્થાનિક સ્તરે કોણ મદદ કરી રહ્યું હતું. દિલ્હી અને મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભીડભાડવાળા વિસ્તારો તેમજ ધાર્મિક સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More