ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
કાશ્મીરના કુલગામ વિસ્તારમાં આતંકીઓએ ભાજપના એક નેતાને નિશાન બનાવ્યા છે.
ભાજપના નેતાની ઓળખ હોમશાલીબાગ મતવિસ્તારના પ્રમુખ જવિદ અહમદ ડાર તરીકે કરવામાં આવી છે.
આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા ડારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ડારની હત્યા બાદ પોલીસ અને CRPFએ વિસ્તારને સીલ કરી દીધો છે. આતંકીઓની શોધ ચાલુ છે.
જાવેદ કુલગામના હોમશાલીબાગ વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રભારી હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓ સતત ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે.
એક અહેવાલ મુજબ છેલ્લા 2 વર્ષમાં 21 લોકો પર હુમલા કરવામાં આવ્યા છે.
પેગાસસ જાસૂસી કેસ: કેન્દ્ર સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ બાબતને ગુપ્ત રાખવાની છૂટ આપી
