News Continuous Bureau | Mumbai
ગત 24 કલાકમાં આતંકવાદીઓએ કશ્મીરનાં પુલવામા જિલ્લામાં બે, શોપિયા જિલ્લામાં એક અને એક શ્રીનગરમાં હુમલો કર્યો છે.
પુલવામામાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં 4 બિન-સ્થાનિક મજૂરો ઘાયલ થયા છે.
શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં લાલ ચોક પાસે CRPF જવાનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો.
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના છોટીગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં એક કાશ્મીરી પંડિત બાલ કૃષ્ણ ઘાયલ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : જેલમાં અનિલ દેશમુખની તબિયત બગડી, આ કારણે હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે