ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. ઉત્તર મુંબઈ બાદ હવે થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારમાંથી ભીષણ આગ ફાટી નીકળવાના સમાચાર આવી રહ્યા છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ભિવંડીમાં મોડી રાત્રે એક ફર્નિચરના વેરહાઉસમાં આગ લાગી હતી અને ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.
પાકિસ્તાનના આ પ્રાંતમાં આતંકવાદી હુમલો, 10 સૈનિક થયા શહીદ, આટલા આતંકી ઠાર
થાણેના ભિવંડી વિસ્તારમાં સુમરસ ચામુંડા કોમ્પ્લેક્સમાં ફર્નિચરના ગોડાઉનમાં લાગેલી આગ હવે વધુ 3 ગોડાઉનમાં ફેલાઈ ગઈ છે. આગ લગભગ 1.40 વાગ્યે શરૂ થઈ હતી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ભિવંડી ફાયર વિભાગે જણાવ્યું કે, આગ ઓલવવાનું કામ હજુ ચાલુ છે.
