Site icon News Continuous Bureau | Mumbai

થાણેમાં આવતીકાલે પાણીકાપ, શહેરના આ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠો રહેશે બંધ; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

થાણેકરો માટે આ મહત્વના સમાચાર છે. બુધવારે થાણે(Thane)ના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો(water supply) બંધ કરવામાં આવશે. STEM ઓથોરિટી દ્વારા ચોમાસા પૂર્વે જાળવણીની આવશ્યક કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામોને કારણે શહેરનો પાણી પુરવઠો(water cut) 15 જૂન બુધવારના રોજ સવારે 9 વાગ્યાથી 16 જૂનને ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે.

Join Our WhatsApp Channel

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન(Thane Municipal Corporation)ના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે આ સમારકામના કામને પગલે નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે શહેર(Thane)માં તબક્કાવાર પાણી પુરવઠો ચાલુ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : શું હવે બે સીટોથી એક સાથે ચૂંટણી નહીં લડી શકાય- જાણો ચૂંટણી પંચની નવી ચોંકાવનારી ભલામણ

પાલિકાની યોજના મુજબ ઘોડબંદર રોડ, પાટલીપાડા, પવારનગર, કોઠારી કમ્પાઉન્ડ, આઝાદનગર, ડોંગરીપાડા, વાઘબીલનો પાણી પુરવઠો બુધવારે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. તો સમતાનગર, ઋતુપાર્ક, સિદ્ધેશ્વર, ઇટરનિટી, જોન્સન, જેલ, સાકેત, ઉથલસર, રેતીબંદર, કાલવાયચા અને મુંબ્રાના કેટલાક ભાગોનો પાણી પુરવઠો(Water cut) બુધવારે રાત્રે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે. આ પાણીકાપ બાદ આગામી એકથી બે દિવસ ઓછા દબાણ સાથે પાણી પુરવઠો મળવાની સંભાવના છે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version