Site icon News Continuous Bureau | Mumbai

Thane : થાણે રેલવે સ્ટેશન પર ધક્કામુકી, ટ્રેનમાં ચઢવા મુસાફરોએ જીવ જોખમમાં મુક્યો, જુઓ વિડીયો..

Thane : આ દરમિયાન મહિલા પેસેન્જર લેડીઝ ડબ્બાની નજીક લોકલ ટ્રેનની નીચે આવી જાય છે. ત્યાં હાજર મહિલાઓએ કોઈક રીતે લોકલ ટ્રેનની નીચેથી પડી ગયેલી મહિલાને બહાર કાઢી હતી. આ ઘટનાનો વીડિયો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Thane Sea of people at Thane station, women tussle to board overcrowded local

Thane Sea of people at Thane station, women tussle to board overcrowded local

News Continuous Bureau | Mumbai

Thane : મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મુંબઈમાં ઘણી જગ્યાએ ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. થાણેના કોપરી સંકુલમાં મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટવાને કારણે લોકલ ટ્રેન 30 થી 35 મિનિટ મોડી દોડી રહી હતી. જેના કારણે થાણે સ્ટેશન પર રાહ જોઈ રહેલા મુસાફરોની સંખ્યા ધીમે ધીમે વધતી ગઈ. મુસાફરોને મુસાફરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Join Our WhatsApp Channel

દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે મુસાફરો ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે સ્ટેશન પર નાસભાગ મચી જાય છે. આ દરમિયાન મહિલા પેસેન્જર લેડીઝ ડબ્બાની નજીક લોકલ ટ્રેનની નીચે આવી જાય છે. ત્યાં હાજર મહિલાઓએ કોઈક રીતે લોકલ ટ્રેનની નીચેથી પડી ગયેલી મહિલાને બહાર કાઢી હતી.

Thane :ટ્રેન મોડી આવતા અરાજકતા સર્જાઈ હતી

વાસ્તવમાં, મુસાફરો, જેઓ લાંબા સમયથી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, તે પહેલાથી જ તોફાન અને વરસાદથી પરેશાન હતા. ખરાબ હવામાનને કારણે ટ્રેન પણ સ્ટેશન પર મોડી પહોંચી, ત્યારબાદ લોકો પહેલા ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા એક બીજા પર પડતા અને ધક્કો મારતા જોવા મળ્યા.

Thane :ટ્રેન પકડવા માટે પડાપડી કરતા મુસાફરો

Thane : વરસાદ અને ભારે પવનથી મુસાફરો પરેશાન

અહેવાલો મુજબ આ વીડિયો મહારાષ્ટ્રના થાણે રેલવે સ્ટેશનનો છે. જ્યાં નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદ અને ભારે પવનને કારણે ગભરાયેલા મુસાફરો ટ્રેન પકડવા માટે દોડધામ કરી રહ્યા હતા. અચાનક આવેલા તોફાન અને વરસાદના કારણે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version