Site icon

મોટી દુર્ઘટના. થાણેમાં મેટ્રો 4 પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ગર્ડરની પ્લેટ તૂટી પડી, રાહદારીનું નીપજ્યું મોત

થાણે શહેરના કેડબરી સિગ્નલ વિસ્તારમાં મેટ્રો-4 પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન આજે મોટી દુર્ઘટના બની છે. અહીં મેટ્રો 4 ગર્ડરની લોખંડની પ્લેટ તૂટી પડતાં એક મહિલાનું મોત થયું છે.

Mumbai Woman Found Chopped into Pieces in Her Cupboard, Water Tank; 23-yr-old Daughter Arrested

મોટી દુર્ઘટના. થાણેમાં મેટ્રો 4 પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ગર્ડરની પ્લેટ તૂટી પડી, રાહદારીનું નીપજ્યું મોત

News Continuous Bureau | Mumbai

થાણે શહેરના કેડબરી સિગ્નલ વિસ્તારમાં મેટ્રો-4 પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન આજે મોટી દુર્ઘટના બની છે. અહીં ( Metro work site falls ) મેટ્રો 4 ગર્ડરની લોખંડની પ્લેટ ( heavy metal plate ) તૂટી પડતાં એક મહિલાનું મોત થયું છે. આ ઘટના થાણેના વિવિયાના મોલ પાસે બની હતી. ઘટનાની માહિતી મળતા જ રાબોડી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મહિલાને ( Woman  ) બહાર કાઢવામાં આવી છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Join Our WhatsApp Community

ખરેખર કેસ શું છે?

અહીંથી એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે મેટ્રો પ્રોજેક્ટના ગર્ડરની લોખંડની પ્લેટ સીધી નીચે પડી ગઈ હતી. ભારે પ્લેટ મહિલા પર પડી અને તે નીચે પટકાઈ ગઈ. જેમાં સંબંધિત મહિલાનું મોત થયું હતું. મૃતક મહિલાની ઉંમર 37 વર્ષ છે અને તે થાણા ખાતે રહે છે. આ અકસ્માત આજે સવારે 9.30 થી 10 વાગ્યાની વચ્ચે થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મહિલાની મદદ માટે દોડી આવ્યા હતા અને તેને લોખંડની પ્લેટની નીચેથી બહાર કાઢી હતી. સ્થાનિકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. જે બાદ રાબોડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકો અને પોલીસે મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો અને તેને તાત્કાલિક સારવાર માટે થાણે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ. જોકે, ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. એવું માનવામાં આવે છે કે લોખંડની પ્લેટના ભારે વજન હેઠળ દબાઈ જવાથી મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હાલ રાબોડી પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચો :  યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈના પ્રવાસે, CM યોગીએ એકનાથ શિંદેની આ માંગણીને કરી મંજૂર

મહત્વનું છે કે થાણેમાં વડાલા-ઘાટકોપર-કાસરવડવલી મેટ્રો 4 લાઇન પર કામ ચાલી રહ્યું છે. આ પ્લેટ મેટ્રો ગર્ડરના સપોર્ટ માટે ખાડામાં લગાવવામાં આવી હતી.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Exit mobile version