ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
વાવાઝોડાને કારણે મુંબઈની નજીક બાર્જ પર પાણી ફરી વળ્યું હતું. આ દુર્ઘટનામાં નેવીએ અનેક લોકોને બચાવેલા, પરંતુ ડઝનબંધ લોકોનાં મોત થયાં હતાં. આ પરિસ્થિતિમાં અત્યારે નેવી અને કૉસ્ટગાર્ડ ભેગાં મળીને લાપતા લોકોને શોધી રહ્યાં છે. આવા સમયે ગુજરાતના વલસાડ તાલુકાના દરિયાકિનારેથી ત્રણ ક્રૂ-મેમ્બરોના શબ મળ્યાં છે.
વલસાડના સ્વામિનારાયણ મંદિર પાસે દરિયાકિનારા પર એક શબ મળી આવ્યું હતું. ત્યાર બાદ શોધખોળ થયા પછી વધુ બે શબ મળી આવ્યાં છે. હવે કૉસ્ટગાર્ડ અને ONCGના કર્મચારી વલસાડ પહોંચી ગયા છે અને તપાસ આદરી છે.
