Site icon News Continuous Bureau | Mumbai

ટૂલકિટ વિવાદ અંગે દિલ્હી પોલીસે કૉન્ગ્રેસના બે નેતાઓને મોકલી આ નોટિસ; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

દિલ્હી પોલીસ ટૂલકિટ કેસ સંદર્ભે પોતાની તપાસ આગળ વધારી રહી છે. આ જ ક્રમમાં સોમવારે ટ્વિટર ઑફિસમાં ગયા બાદ ભાજપના નેતા સંબિત પાત્રા વિરુદ્ધ મંગળવારે કેસ દાખલ કરનારા બે કૉન્ગ્રેસ નેતાઓને તપાસમાં જોડાવા માટે દિલ્હી પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર કૉન્ગ્રેસના બે નેતાઓ રોહન ગુપ્તા અને રાજીવ ગૌડાને મંગળવારે દિલ્હી પોલીસ દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી છે.

બંને નેતાઓએ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે સંબિતે બનાવટી ટૂલકિટ શૅર કરી છે. કૉન્ગ્રેસના નેતા રાજીવ ગૌડાએ મંગળવારે દિલ્હી પોલીસની આ નોટિસ પર પ્રતિક્રિયા આપતાં મીડિયાને કહ્યું હતું કે “અમે દિલ્હી પોલીસને કહ્યું છે કે છત્તીસગઢમાં અમારી ફરિયાદની તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં અમે ફક્ત આ બાબતને છત્તીસગઢમાં જ જોઈશું.” બીજી તરફ દિલ્હી પોલીસના વિશેષ સેલે પણ ટ્વિટરને કથિત કોવિડ–૧૯ 'ટૂલકિટ' સાથે જોડાયેલી ફરિયાદની તપાસ અંગે નોટિસ મોકલી છે અને ભાજપ નેતા સંબિત પાત્રાના ટ્વીટને 'મેનિપ્યુલેટિવ' તરીકે માર્ક શું કામ કર્યું કે અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભાજપનો આરોપ છે કે કૉન્ગ્રેસે ટૂલકિટ બનાવીને કોરોના વાયરસના નવા સ્વરૂપને 'ભારતીય સ્વરૂપ' અથવા 'મોદી ફોર્મ' ગણાવ્યું હતું અને દેશની અને વડા પ્રધાનની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. કૉન્ગ્રેસે આ વાતને નકારી કાઢી હતી અને કૉન્ગ્રેસને બદનામ કરવા ટૂલકિટનો સહારો લેવાયો છે એમ કહ્યું હતું.

જોકેસરકારે અગાઉ ટ્વિટરને 'મેનિપ્યુલેટિવ મીડિયા'નું ટૅગ દૂર કરવા કહ્યું હતું, કારણ કે આ મામલો એજન્સી પાસે છે. એ જ સમયે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જ્યારે મુદ્દાની તપાસ ચાલી રહી હોય ત્યારે સોશિયલ મીડિયા નિર્ણય આપી શકે નહીં.

Pradeep Purnekar Murder Case થાણે પોલીસ સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ અને ચુસ્ત બંદોબસ્ત, આદિત્ય ઠાકરેસંજય રાઉત રવાના
Elderly Man Digital Arrest Scam ‘સર, તાત્કાલિક ₹૧ કરોડની FD તોડી આપો’ ધ્રૂજતા હાથે બેંક પહોંચેલા વૃદ્ધને જોઈ કર્મચારીઓને શંકા ગઈ ને ફૂટ્યો ‘ડિજિટલ એરેસ્ટ’નો ભાંડો!
Meerut Blue Drum Case Verdict મેરઠ બ્લૂ ડ્રમ કેસમાં કોર્ટનો મોટો ફેંસલો મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર, સજાની જાહેરાત પર સૌની નજર
ATM Burglary Caught Red Handed અંદર એટીએમ તોડી રહ્યા હતા ચોર, બહાર પહોંચી ગઈ પોલીસ રંગેહાથ ઝડપી કરી જોરદાર ધુલાઈ
Exit mobile version