Site icon

આજની પોઝિટિવ સ્ટોરી : ૭૦ ટકા ફેફસા ક્ષતિગ્રસ્ત હોવા છતાંય પિતા-પુત્રની જોડીએ માત્ર ૧૦ દિવસમાં કોરોનાને મ્હાત આપી

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

અમદાવાદ, 23 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શુક્રવાર.

  સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઉમદા સારવાર અને તબીબોના અથાગ મહેનતના કારણે પિતા-પુત્રની બેલડીએ કોરોનાને મ્હાત આપી છે.

કોરોનાની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર બન્યું છે.સંક્રમિત થયા બાદ ખૂબ જ ટૂંકા ગાળામાં વાયરસનો ફેલાવો ફેફસા સુધી પહોંચીને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય માણેકલાલ પટેલ અને ૩૫ વર્ષીય તેમના પુત્ર રાહુલભાઇ પટેલ સાથે પણ કંઇક આવું જ બન્યુ. 

સૌપ્રથમ ૧૧ મી એપ્રિલના રોજ રાહુલભાઇ પટેલ કોરોનાથી સંક્રમિત થયા. પરંતુ કોરોનાના સામાન્ય લક્ષણો જણાઇ આવતા દવા લઇ હોમ-આઇસોલેશનમાં સારવાર શરૂ કરી. તેમના બીજા જ દિવસે રાહુલભાઇના પિતા શ્રી માણેકભાઇ પણ સંક્રમિત બન્યા. 

પિતા-પુત્રનો એચ.આર.સી.ટી. સ્કેન કરાવવામાં આવતા બંને માં ૬૫  ટકાથી વધારે ફેફસા ક્ષતિગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું.તેમનું ઓક્સિજન સ્તર પણ એકા-એક ઘટવા લાગ્યું. 

આ પરિસ્થિતિ વચ્ચે તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવાની તાકીદે જરૂરિયાત ઉભી થઇ.

રાહુલભાઇ પટેલનું કહેવું છે કે , કોરોનાથી સંક્રમિત થયા બાદ જ્યારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત ઉભી થઇ ત્યારે મેં અને મારા પિતાશ્રી એ સિવિલ હોસ્પિટલને જ પ્રાધાન્ય આપ્યું. કારણકે સિવિલ હોસ્પિટલની સારવાર પધ્ધતિ પર અમને શ્રધ્ધા હતી. 

સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ અમેં જે અનુભવ્યુ તે અકલ્પનીય હતુ. અહીં સમયસર દિવસ માં ૨ થી ૩ વખત તબીબો સ્વાસ્થ્ય પૃચ્છા કરવા માટે આવતા. ૧૨૦૦ બેડ હોસ્પિટલનો નર્સિંગ થી લઇ પેરામેડિકલ સ્ટાફે પણ ઘણો સહકાર આપ્યો. સમયસર જમવાનું મળી રહેતું. વોર્ડમાં એક સાનૂકુળ વાતાવરણ રહેતું. ક્યારેય એવું લાગ્યું જ નહીં કે હોસ્પિટલમાં છીએ તેમ તેઓ ઉમેરે છે. 

કોરોનાની બીમારીથી સાજો થઇને આવ્યો અને 5 કરોડ રૂપિયાની લોટરી લાગી. જાણો વિગત…

પિતા-પુત્ર એક શૂરે શૂર પૂરતા જાહેરજનતાને કહે છે કે , સિવિલ હોસ્પિટલની સારવાર પધ્ધતિ પર ક્યારેય શંકા રાખવાની કે ભયભીત થવાની જરૂર નથી. સિવિલ હોસ્પિટલના તબીબો અને સમગ્ર તંત્રના અથાગ પ્રયાસોના પરિણામે જ ફક્ત ૧૦ દિવસના ટૂંકા ગાળામાં અતિગંભીર અવસ્થામાંથી પણ કોરોનાને મ્હાત આપીને આજે અમે સંપૂર્ણ સાજા થઇને સ્વગૃહે પરત ફરી રહ્યા છીએ.

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version