Site icon News Continuous Bureau | Mumbai

Voter: ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ તા.૦૫મીએ પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદી જાહેર.

Voter: આખરી યાદીમાં કુલ ૪૭,૦૮,૦૮૨નો સમાવેશ: ૮૨,૦૨૪ નવા મતદારો ઉમેરાયા. ૧૮–૧૯ વર્ષની વયજુથના કુલ ૩૫,૨૫૯ અને ૨૦–૨૯ વર્ષ વયજુથના કુલ ૨૨,૨૦૧ નાગરિકોની મતદાર તરીકે નોંધણી. તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાત મુજબ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવાનો ‘‘સતત સુધારણા’’ હેઠળ મતદારયાદીમાં નામ દાખલ કરવા અરજી કરી શકે છે

The final electoral roll published on 05th under the special summary reform program was released.

The final electoral roll published on 05th under the special summary reform program was released.

 News Continuous Bureau | Mumbai

Voter: ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ( special summary reform program ) હેઠળ તા.૦૫મીએ પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદીના મુસદ્દામાં કુલ ૪૬,૪૭,૪૬૩ નોંધાયા છે, જ્યારે ૮૨,૦૨૪ નવા મતદારો ઉમેરાયા છે, તેમજ ૪૮,૩૨૫ મતદારો કમી થયા છે. કુલ ૬૦,૪૬૧ મતદારોનો નેટ વધારો થયો છે, જેમાં ૧૮–૧૯ વર્ષની વયજુથના કુલ ૩૫,૨૫૯ અને ૨૦–૨૯ વર્ષ વયજુથના કુલ ૨૨,૨૦૧ નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાઇ છે. આખરી મતદાર યાદીમાં ૨૫,૨૩,૦૨૩ પુરુષ, ૨૧,૮૪,૮૯૭ સ્ત્રી તથા ૧૬૨ ત્રીજી જાતિના મતદારો મળીને કુલ ૪૭,૦૮,૦૮૨ નોંધાયેલા મતદારોનો સમાવેશ થાય છે. આ યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ (www.ceo.gujarat.gov.in) પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  

Join Our WhatsApp Channel

         મતદારોને ફોટો ઓળખકાર્ડ ( EPIC ) સ્પીડ પોસ્ટ (  Speed post ) મારફત તેઓના ઘરના સરનામાં પર પહોંચાડાશે. અને મતદાર ફોટો ઓળખકાર્ડ ધરાવનાર મતદારનું નામ પ્રવર્તમાન મતદારયાદીમાં સમાવિષ્ટ હશે તો જ સંબંધિત ચૂંટણીમાં મતદાન કરી શકશે. જેથી ( electoral roll ) મતદારયાદીમાં નામ સમાવિષ્ટ થયેલી હોવા અંગે ચકાસણી કરી લેવા સર્વે નાગરિકો/મતદારોને અનુરોધ છે. 

આ સમાચાર પણ વાંચો : Metro Rail: ભારતમાં મેટ્રો રેલનો વિકાસ મુસાફરોની વધતી સંખ્યા દ્વારા રેખાંકિત થાય છે

         તા.૦૫મી જાન્યુ.ના રોજ પ્રસિદ્ધ આખરી મતદારયાદી બાદ પણ તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા લાયકાત ધરાવતા યુવા નાગરિકો તથા મતદારયાદીમાં નોંધણી માટે લાયકાત ધરાવતા બાકી રહેલા તમામ નાગરિકો ‘‘સતત સુધારણા ( Continuous Updation )” હેઠળ મતદારયાદીમાં નામ દાખલ કરવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરી શકે છે. ઉપરાંત પ્રવર્તમાન મતદારયાદીમાંથી નામ કમી કરવા, ફોટો/વિગતમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમુનામાં અરજી કરી શકે છે. ઉપરાંત, www.voterportal.eci.gov.in તથા www.voters.eci.gov.in અને Voter Helpline Mobile App પર જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે એમ અધિક જીલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Parliament Monsoon Session Cost Loss નેતાઓની લડાઈ અને જનતાને નુકસાન…! ૧૯ દિવસના સત્રમાં ૧૯ કલાક પણ કામ ન થયું, કરોડો રૂપિયા વેડફાયા.
Sukhbir Singh Badal Attacked સુરક્ષાના દાવા પોકળ? અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થતાં મચી ખળભળાટ.
Shiv Sena Dispute Supreme Court સુપ્રીમ કોર્ટમાં શિવસેના વિવાદની આરપારની લડાઈ! ઠાકરે જૂથ દ્વારા કાનૂની દલીલો રજૂ, અદાલતે સ્વીકાર્યા મુખ્ય મુદ્દાઓ.
Air India AI2379 Turbulence હવામાં મુસાફરોના શ્વાસ અધ્ધર! ફુકેટદિલ્હી ફ્લાઇટમાં ખતરનાક ટર્બ્યુલન્સ સર્જાયા બાદ પાયલટે આપ્યો કટોકટીનો સંદેશ.
Exit mobile version