Site icon

Lok Sabha Election: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે હવે શરદ પવાર જૂથની પ્રથમ યાદી આજે જાહેર થવાની શક્યતા.. આ નેતાઓના નામ ફાઈનલઃ અહેવાલ…

Lok Sabha Election: બારામતી સીટ માટે નામ ફાઈનલ થઈ ગયા છે અને અહીંથી સુપ્રિયા સુળેને ટિકિટ મળે તેવી પૂરી શક્યતા છે. તો અમોલ કોલ્હેને શિરુરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.

The first list of the Sharad Pawar group for the Lok Sabha elections in Maharashtra is likely to be announced today.. The names of these leaders are final report

The first list of the Sharad Pawar group for the Lok Sabha elections in Maharashtra is likely to be announced today.. The names of these leaders are final report

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીને લઈને હાલ તમામ પાર્ટીઓ જોરદાર તૈયારીઓ કરી રહી છે. તેમજ તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. તે દરમિયાન, રાજ્યમાં મહાવિકાસ અઘાડી (MVA) ના મહત્વપૂર્ણ સહયોગી શરદ પવાર જૂથની NCP ( Sharad Pawar NCP ) આજે તેના ઉમેદવારોની યાદીની જાહેરાત કરી શકે છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ આજે સાંજે પાર્ટીની પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. 

Join Our WhatsApp Community

મિડીયા રિપોર્ટમાં અનુસાર, બારામતી સીટ માટે નામ ફાઈનલ થઈ ગયા છે અને અહીંથી સુપ્રિયા સુળેને ટિકિટ મળે તેવી પૂરી શક્યતા છે. તો અમોલ કોલ્હેને શિરુરથી ઉમેદવાર ( Candidates list ) બનાવવામાં આવી શકે છે.

 ભાસ્કર ભગરેને ડિંડોરીમાંથી તક મળી શકે છે..

આ સિવાય ભાસ્કર ભગરેને ડિંડોરીમાંથી તક મળી શકે છે. તે જ સમયે, NCP શરદ પવાર ( Sharad Pawar ) જૂથની પાર્ટી ભિવંડીથી બાલ્યા મામા ઉર્ફે સુરેશ મ્હાત્રેને તેના ઉમેદવાર તરીકે ઉભા કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રની માધા લોકસભા સીટ, બીડ લોકસભા સીટ, રાવર સીટ, વર્ધા સીટ અને સતારા સીટ પર ઉમેદવારો નક્કી કરવાના હાલ બાકી છે.

આ સમાચાર પણ વાંચો : CBI Satyendra Jain: તિહારમાં બંધ સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી! ગૃહ મંત્રાલયે સુકેશ ચંદ્રશેખર પાસેથી રૂ. 10 કરોડની ખંડણીના કેસમાં સત્યેન્દ્ર જૈન સામે CBI તપાસને મંજૂરી આપી..

શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે ( Supriya Sule ) બારામતીથી વર્તમાન સાંસદ છે. આ વખતે આ બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ બની શકે છે. આ બેઠક પર નળંદ અને ભાભી ચૂંટણી મેદાનમાં સામસામે જોવા મળી શકે છે. મહારાષ્ટ્રમાં એનડીએ સરકારમાં સામેલ શરદ પવારના ભત્રીજા અજિત પવાર તેમની પત્ની સુનેત્રા પવારને આ બેઠક પરથી ઉતારી શકે છે, ત્યાર બાદ મુકાબલો રસપ્રદ બની શકે છે.

નોંધનીય છે કે, આ વખતે શરદ પવાર મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ સાથે INDIA ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના ( UBT ) એ 17 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો માટે 5 તબક્કામાં ચૂંટણી યોજાશે. અહીં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. જેમાં રાજ્યની નાગપુર, રામટેક, બાંદ્રા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર અને ચંદ્રપુર લોકસભા સીટોનો સમાવેશ થાય છે.

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ
Nepal: નેપાળની ડૂબતી અર્થવ્યવસ્થા અને વધતા દેવાનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન? જાણો ભારત માટે શું છે પડકારો
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Exit mobile version