Site icon

પશ્ચિમ બંગાળના આ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની તબિયત લથડતાં હૉસ્પિટલમાં ખસેડાયા;જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને તેમનાં પત્ની મીરાં ભટ્ટાચાર્ય ૧૮ મેના રોજ કોરોના સંક્રમિત થયાં હતાં. ત્યાર બાદ પત્ની મીરાં ભટ્ટાચાર્યને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને સોમવારે તેમને રજા મળી ગઈ હતી. હવે બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તબિયત લથડતાં તેમને પણ હૉસ્પિટલમાં ખસેડાયા છે.

અધિકારીઓએ મીડિયાને માહિતી આપી હતી કે ૭૭ વર્ષના બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું ઑક્સિજન લેવલ મંગળવારે સવારે ૯૦થી નીચે ગયું હતું અને ત્યાર બાદ ડૉક્ટરની સલાહ પર તેમને હૉસ્પિટલમાં ખસેડાયા હતા. બુદ્ધદેવને દાખલ કરવામાં આવેલી ખાનગી હૉસ્પિટલના ડૉક્ટરે એક મીડિયા હાઉસને કહ્યું કે ભટ્ટાચાર્ય ઘરે અલગ રહેતા હતા અને તેમને 'બાયલેવેલ પૉઝિટિવ એરવે પ્રેશર' (બાયપેપ) પર રખાયા હતા. છતાં તેમનોઑક્સિજનનો સ્તર વધીને ૯૦ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે બુદ્ધદેવ 'ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ' (સીઓપીડી)થી પણ પીડાતા હતા અને એથી તેમને અન્ય તબીબી પરીક્ષણોની જરૂર હતી.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version