Site icon

આ આંદોલનકારીઓનું ભવિષ્ય ઉજળું થયું,આ પાર્ટીમાં ફાયદો અંહી ગયા તો મળી હાર,જાણો સંપૂર્ણ માહિતી

કોણ જીત્યું અને કોણ હાર્યું જનતાનો ફેસલો,કયા આંદોલન કારીને પડ્યો ભારે

Alpesh Thakor, the main face of the Patidar movement

Alpesh Thakor, the main face of the Patidar movement

News Continuous Bureau | Mumbai

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં અનેક કેસોમાં સંડોવાયેલા આંદોલનકારીઓને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચુંટણીના મેદાને જંગમાં ઉતારવામાં આવ્યા હતા.તેવામાં ભાજપ સાથે જોડાયેલા બે આંદોલન કારીઓને જીત મળી છે. જ્યારે કોંગ્રેસ અને આપ સાથે જોડાઈને મેદાનમાં ઉતરેલા આંદોલન કારીઓને કારમી હારનો સામનો કરવાનો સામનો પડ્યો હોય તેવું ચુંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 

Join Our WhatsApp Community

ભાજપમાં આવ્યા તો બન્યા ધારાસભ્ય

પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને પાર્ટીઓ ફેરવીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ સીટ પરથી ભારે મતોથી વિજેતા થયા હતા. અંહી અલ્પેશ ઠાકોરને 1,33,339 મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના નેતા ડો.હિમાંશુ પટેલને 89386 મતો મળ્યા હતા.ત્યારે અંહી કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો 43953 મતોની સરસાઈથી અલ્પેશ ઠાકોરએ બેઠક પર કબજો કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો:ભાજપ 1962 પછી ક્યારેય ચૂંટણી જીતી શક્યું નહોતું તેવી બેઠકો જીતી, અભેદ કિલ્લા તૂટ્યા, છોટુ વસાની પણ હાર

ભાજપ સાથે જોડાયેલ બીજા આંદોલન કારી જે કોંગ્રેસમાંથી સિધ્ધા ભાજપમાં આવીને ટિકિટ મેળવી હાર્દિક પટેલ હવે ધારાસભ્ય બની ચૂક્યા છે.હાર્દિક પટેલ 98627 મતો મેળવી કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ 42412 મતો અને આપ અંહી બીજો પક્ષ તરીકે ઊભરી આવી 47072 મતો મળ્યા હતા. જેથી મોત માર્જિનથી હાર્દિક પટેલ અંહી જીતવામાં સફળતા મળી હતી.હાર્દિક પટેલ પહેલીજ ચુંટણીમાં હવે ધારાસભ્ય બની ચૂક્યા છે. 

આપના બે આંદોલનકારીની કારમી હાર 

તો બીજી તરફ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ આંદોલનકારી અલ્પેશ કથીરિયાને વરાછા સીટ પરથી કુમાર કાનાણી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મોટા માર્જિન સાથે આપના નેતા અને સુરતમાં પાટીદાર આંદોલનમાં ગબ્બર તરીકે ઊભરી આવેલા મોટા નેતાનો પાટીદારોના ગઢ ગણાતી બેઠક પર હાર થઈ હતી. જેથી આપના ખેમાંમાં સન્નાટો છવાઈ ગયો હતો.  

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની પણ કારમી હાર થઈ હતી. કતારગામ બેઠક પરથી તેઓને 55713 મતો મળ્યા હતા જ્યારે ભાજપના નેતા વિનુભાઈ મોરડીયાને 120342 મતો મળ્યા હતા જેથી 64629 મતોથી ઇટલીયાની હાર થઈ હતી.

આ સમાચાર પણ વાંચો:હોલીવુડ ફિલ્મ ‘અવતાર 2’એ રિલીઝ પહેલા જ કરી કરોડોની કમાણી, એડવાન્સ બુકિંગે બનાવ્યો રેકોર્ડ!

જીગ્નેશ મેવાણીના મતદારોએ કોંગ્રેસે ન કરી પસંદ 

જીગ્નેશ મેવાણી પણ એક આંદોલન કારી નેતા છે અને તેઓ પણ અપક્ષ ઉમેદવાર તરીકે વડગામ બેઠક પરથી ચુટાઈને આવ્યા હતા અને વિપક્ષમાં સારી એવી ભૂમિકા અદા કરી હતી જોકે ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાય અને કાર્યકારી પ્રમુખ પણ તેમને કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને આ વખતની ચુંટણી તેઓ કોંગ્રેસના સિમ્બોલ પર લડી રહ્યા હતા.ત્યારે કોંગ્રેસમાંથી તેઓએ વડગામ બેઠક પરથી તેમની હાર થઈ હતી. ભાજપના મણિભાઈ વાઘેલા સામે 1525 જેટલા મતોથી તેમની હાર થઈ હતી. 

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version