Site icon

અંધેર નગરી ગંડુ રાજા- જે દિવસે પોલીસને સમર્પણ કરવાનું હતું તે જ દિવસે બન્યા બિહારના કાયદા પ્રધાન

Patna HC stays caste survey being conducted by Bihar govt

નીતિશ સરકારને તગડો ઝટકો, નહીં કરી શકે જાતિ વસ્તી ગણતરી, હાઈકોર્ટે આ તારીખ સુધી મુક્યો પ્રતિબંધ

News Continuous Bureau | Mumbai

બિહારમાં(Bihar) ભાજપ(BJP) સાથે છેડો ફાડીને નીતિશ કુમારે(Nitish Kumar) લાલુ પ્રસાદ યાદવની(Lalu Prasad Yadav) રાષ્ટ્રીય જનતા દળ(Rashtriya Janata Dal) સાથે નવેસરથી સરકાર બનાવી છે. બિહારમાં કાયદા કાનુનને લઈને હંમેશાથી અંધેર નગરી જેવી જ પરિસ્થિતિ રહી છે. હવે નીતિશ કુમારની નવી સરકારમાં જે નેતાને કાયદા પ્રધાન(Law Minister) બનાવવામાં આવ્યા છે, તેના માથે પહેલાથી અનેક ગુના નોંધાયેલા હોવાનું કહેવાય છે. જે દિવસે પોલીસને સમર્પણ કરવાનું હતું, તે જ દિવસે તેઓ બિહારના કાયદા પ્રધાન બની ગયા હતા.

Join Our WhatsApp Community

કોર્ટે અપહરણ કેસમાં(kidnapping case) નીતીશ કુમારની નવી સરકારના કાયદા મંત્રી કાર્તિકેય સિંહ(Law Minister Kartikeya Singh) વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે. છતાં તેઓએ મંત્રી તરીકે શપથ લીધા છે. જે દિવસે કાર્તિકેય સિંહે મંત્રી તરીકે શપથ લીધા હતા, તે જ દિવસે તેમને કોર્ટમાં સરેન્ડર કરવાનું હતું. કાર્તિકેય સિંહે ન તો કોર્ટ સમક્ષ આત્મસમર્પણ(Surrender) કર્યું છે કે ન તો જામીન માટે અરજી કરી છે.

આ સમાચાર પણ વાંચો : પીક અવર્સ દરમિયાન આ સ્ટેશન પર મધ્ય રેલવે ખોરવાઈ- લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ દોડી રહી છે મોડી

રાષ્ટ્રીય જનતા દળ વિધાન પરિષદના સભ્ય અને નવા કાયદા પ્રધાન કાર્તિકેય સિંહ વિરુદ્ધ અપહરણ, ખંડણી, રમખાણોનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેની સુનાવણીમાં કોર્ટે આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. જે દિવસે આ શરણાગતિ થવાની હતી, તે જ દિવસે કાર્તિકેય સિંહે પદના શપથ લીધા હતા.

મળતી માહિતી મુજબ રાજીવ રંજનનું(Rajiv Ranjan) 2014માં અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી કોર્ટે આ કેસમાં કાર્તિકેય સિંહ વિરુદ્ધ વોરંટ જારી કર્યું. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મામલે અજાણતા વ્યક્ત કરી છે. જ્યારે કાયદા મંત્રી કાર્તિકેય સિંહ પર અપહરણ, ખંડણી અને રમખાણો જેવા ચાર કેસ નોંધાયેલા છે.

કાર્તિકેય સિંહે પટના હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. 16 ફેબ્રુઆરી 2017ના રોજ હાઈકોર્ટે કાર્તિક સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : અરર- રસ્તા પરના ખાડાએ બોરીવલીમાં બાઈકસવાર દંપત્તિનો લીધો ભોગ

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version