ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
ભોપાલના હબીબગંજ સ્ટેશનનું નામ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે.
મધ્યપ્રદેશની શિવરાજ સરકારે કેન્દ્ર સરકારને હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ સ્ટેશન રાખવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.
મધ્ય પ્રદેશ પરિવહન વિભાગના ઉપસચિવ વંદના શર્મા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન રાખવાની વિનંતી કરવામાં આવી છે.
પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 16મી સદીમાં ભોપાલ પ્રદેશ ગોંડ શાસકો હેઠળ હતો અને ડોંડ રાજ સૂરજ સિંહ શાહના પુત્ર નિઝામશાહના લગ્ન રાણી કમલાપતિ સાથે થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે તેનું નવા નામ સાથે ઉદ્ઘાટન કરવાના છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાની માંગ કરી હતી