ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્રના પુણે શહેરમાં કોરોનાની પરિસ્થિતિ દિવસે-દિવસે વણસતી જાય છે. કોરોના સંક્રમિતોનો જાણે ત્યાં રાફડો ફાટ્યો છે. પુણેમાં હાલ ૮૧,૦૦૦ થી વધુ એક્ટિવ કેસ છે. હવે ત્યાં નવા દર્દીઓ માટે બેડની અછત સર્જવા લાગી છે. મંગળવારની સવારે પાલિકાની હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ માટે એક પણ વેન્ટીલેટર સાથેનો બેડ ખાલી ન હતો.
વધુ એક રાજ્યમાં લાગશે લોકડાઉન – હાઈકોર્ટે આપ્યો આદેશ
પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પુણેમાં સૌથી વધુ ૮૨,૦૦૦ જેટલા એક્ટિવ કેસ હતા, જે હાલ કરતાં થોડા વધુ હતા. કોરોનાના કેસ જે ઝડપે વધી રહ્યા છે. તે પ્રમાણે પુણેમાં એક લાખ જેટલા એક્ટિવ કેસ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે મૃત્યુના આંક પ્રમાણે પુણે દેશમાં ત્રીજા ક્રમે છે. સોમવારે પુણે શહેરમાં ૫૫ લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા હતા. જેની સાથે પુણેનો મૃત્યાંક ૧૦,૨૮૨ પહોંચી ગયો હતો. દિલ્હી અને મુંબઈ બાદ પુણે હવે દેશમાં ત્રીજા ક્રમનું શહેર છે જ્યાં કોરોનાને કારણે સૌથી વધુ લોકોના મોત નીપજ્યા છે.