Site icon

Maharashtra Politics: જેણે પાર્ટી બનાવી તેને જ… NCP પાર્ટીનું નામ અને પ્રતીક છીનવાય જતા, હવે શરદ પવારનું છલકાયું દર્દ..

Maharashtra Politics: ચૂંટણી પંચે તાજેતરમાં તેમના ભત્રીજા અજિત પવારની આગેવાની હેઠળના જૂથને અસલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તરીકે માન્યતા આપી હતી. જે બાદ બારામતીમાં આજે શરદ પવારે કહ્યું હતું કે, આ નિર્ણય કાયદા મુજબ યોગ્ય નથી અને અમે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.

the one who made the party, The name and symbol of the NCP party would have been taken away, now the pain of Sharad Pawar has spilled out..

the one who made the party, The name and symbol of the NCP party would have been taken away, now the pain of Sharad Pawar has spilled out..

News Continuous Bureau | Mumbai  

Maharashtra Politics: શરદ પવાર આજે મહારાષ્ટ્રના બારામતીની મુલાકાતે પહોંચ્યા હતા. બારામતીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન શરદ પવારે પાર્ટીનું નામ ( Party Name ) અને ચૂંટણી ચિન્હ ગુમાવવાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જેણે ( NCP ) પાર્ટી બનાવી તેને જ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો. શરદ પવારે ( Sharad Pawar ) કહ્યું હતું કે, આ નિર્ણય કાયદા મુજબ યોગ્ય નથી અને અમે તેને સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court ) પડકારીશું. 

Join Our WhatsApp Community

શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, ‘એવું ક્યારેય બન્યું નથી કે જેણે રાજકીય પક્ષ ( political party ) બનાવ્યો હોય. તેને જ પાર્ટીમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યો હોય. એટલું જ નહીં, પાર્ટીનું ચૂંટણી ચિન્હ પણ છીનવી લેવામાં આવ્યું હોય. આ નિર્ણય કાયદા મુજબ યોગ્ય નથી. અમે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જઈશું. તેમજ અમારે જનતા વચ્ચે અમારી પહોંચ વધારવાની જરૂર છે.

 ચૂંટણી પંચે ( Election Commission ) અજીત પવાર જૂથને ( Ajit Pawar group )  અસલી NCP પાર્ટી જાહેર કરી હતી..

વાસ્તવમાં, ચૂંટણી પંચે તાજેતરમાં તેમના ભત્રીજા અજિત પવારની આગેવાની હેઠળના જૂથને અસલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તરીકે માન્યતા આપી હતી. આ ઉપરાંત ચૂંટણી પંચે તેમને પક્ષનું ચૂંટણી ચિન્હ ‘ઘડિયાળ’ પણ ફાળવ્યું હતું. તો બીજી તરફ પંચે શરદ પવારની આગેવાની હેઠળના જૂથને પાર્ટીનું નામ ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર’ ફાળવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 2 જુલાઈના રોજ અજિત પવારના નેતૃત્વમાં NCPના ઘણા ધારાસભ્યો ( BJP ) ભાજપ અને શિવસેના (શિંદે)ની ગઠબંધન સરકારમાં જોડાયા હતા. અજિત પવારના જૂથને હાલમાં 41 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે શરદ પવાર જૂથને માત્ર 12 ધારાસભ્યોનું સમર્થન છે. તો બીજી તરફ શરદ પવાર જૂથને ચાર લોકસભા સાંસદોનું સમર્થન છે. જ્યારે અજિત પવાર જૂથને એક સાંસદનું સમર્થન છે.

આ સમાચાર પણ વાંચો :  Chhattisgarh: છત્તીસગઢમાં ધર્માંતરણ અટકશે, હિન્દુત્વને મળશે બળ, સાંઈ સરકાર ટૂંક સમયમાં લાવશે આ નવો કાયદો.. જાણો આ અંગે કોંગ્રેસે શું કહ્યું?

શરદ પવારની બારામતી મુલાકાત એવા સમયે થઈ રહી છે. જ્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં અજિત પવાર પણ બારામતી બેઠક પર સુપ્રિયા સુલે સામે પોતાનો ઉમેદવાર ઊભો કરી શકે છે. બારામતી બેઠક પરંપરાગત રીતે શરદ પવારના રાજકારણનો ગઢ છે અને પહેલા શરદ પવાર અને પછી તેમની પુત્રી સુપ્રિયા સુલે બારામતીથી સાંસદ છે. એવી પણ ચર્ચા છે કે અજિત પવાર તેમની પત્ની સુનેત્રા પવારને બારામતી સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version