Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારના આ વિભાગનું ખિસ્સાકાતરુ જેવું કામકાજ; ટેન્ડર બહાર પાડ્યા વગર જ પાંચ લાખની ડાયરીઓ છાપી, શરમજનક કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્ર સરકારના ઊર્જાપ્રધાન ડૉ. નીતિન રાઉતે કોરોના કાળમાં એક કૌભાંડ કર્યું હોવાની વાત પ્રકાશમાં આવી છે. મંત્રાલયે પોતાની ખાનગી ૫૦૦ ડાયરીઓ ટેન્ડર બહાર પડ્યા વગર પાંચ લાખ રૂપિયાના ખર્ચે છપાવી છે. હવે આ મામલે રાઉતે મૌન સેવ્યું છે.

ઊર્જાપ્રધાનના કાર્યાલયે ડૉ. રાઉતની ખાનગી ડાયરીના ખર્ચ અંગેનો પ્રસ્તાવ રસીદ સાથે મહાવિતરણને મોકલ્યો હતો. ઊર્જાપ્રધાનના કાર્યાલયે મહાવિતરણ આ ડાયરી માટે ૪.૯૮ લાખ રૂપિયા ખર્ચેએવી અપેક્ષા રાખી હતી. જોકેઆ ત્રણ નિયમો અને પરિપત્રોનું ઉલ્લંઘન કરતું હોવાથી મહાવિતરણના ચીફ જનરલ મૅનેજરે ખર્ચના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

ગુજરાત સરકારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરી, હવે આ રીતે થશે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ; જાણો વિગતે  

ઉલ્લેખનીય છે કે કોરોનાના સંકટને કારણે આ વખતે ડાયરી ન છાપવાનું નક્કી થયું હતું, પરંતુ કેટલાક પદાધિકારીઓ દ્વારા ડાયરીની માગ કરવામાં આવી હતી. એથી ડાયરી છપાવી અને વિતરણ કરવામાં આવ્યું હતું. હવે સવાલ ઊઠે છે કે જો આ ડાયરીઓ પદાધિકારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી હતી તો તેનો ખર્ચ મહાવિતરણને માથે કેમ નખાયો? અને જો ખર્ચ એમ.એસ.ઇ.ડી.સી.એલ.પાસેથી લેવાનો હતો તો ટેન્ડર કેમ બહાર પાડવામાં આવ્યું ન હતું?

 

 

Maharashtra CEO Questions SIR Process SIR વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સીઈઓ પણ મેદાનમાં ચૂંટણી પંચને લખ્યો ઈમેલ, કરી આ મહત્વની માંગણીઓ!
Navi Mumbai ST Bus Accident નવી મુંબઈમાં ST બસની બ્રેક ફેઇલ થતાં મોટો અકસ્માત, ૩ કાર અને ૨ રિક્ષાને અડફેટે લેતાં ૫ લોકો ઈજાગ્રસ્ત
Vasai Dumping Ground Fire ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ભીષણ આગ, ઝેરી ધુમાડાથી નાગરિકોને શ્વાસ લેવામાં મુશ્કેલી
Ujjain Shahi Masjid Road Widening ઉજ્જૈન રોડ પહોળો કરવાનો મામલો શાહી મસ્જિદ કમિટીની અરજી હાઈકોર્ટે ફગાવી, કામ ચાલુ રહેશે
Exit mobile version