Site icon

President: રાષ્ટ્રપતિએ બિહારના ચોથા કૃષિ રોડ મેપનું લોકાર્પણ કર્યું

President:રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (18 ઓક્ટોબર, 2023) પટણામાં બિહારના ચોથા કૃષિ રોડ મેપ (2023-2028)નો શુભારંભ કરાવ્યો હતો.

The President launched the 4th Agriculture Road Map of Bihar

The President launched the 4th Agriculture Road Map of Bihar

News Continuous Bureau | Mumbai 

President: આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે કૃષિ ( Agriculture )બિહારની ( Bihar ) લોકસંસ્કૃતિનો ( folk culture ) એક મહત્વપૂર્ણ ભાગ છે. તે બિહારની અર્થવ્યવસ્થાનો ( economy ) આધાર છે. કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો ( Agriculture and allied sectors ) રાજ્યના લગભગ અડધા કાર્યબળને રોજગારી આપે છે એટલું જ નહીં, પરંતુ રાજ્યના જીડીપીમાં ( GDP  state ) પણ નોંધપાત્ર યોગદાન આપે છે. એટલે કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ ખૂબ જ જરૂરી છે. તેમને એ જાણીને આનંદ થયો કે બિહાર સરકાર ( Bihar Govt ) 2008 થી કૃષિ માર્ગ નકશાનો અમલ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, છેલ્લા ત્રણ કૃષિ માર્ગ નકશાના અમલીકરણના પરિણામે રાજ્યમાં ડાંગર, ઘઉં અને મકાઈની ઉત્પાદકતા લગભગ બમણી થઈ ગઈ છે. બિહાર મશરૂમ, મધ, મખાના અને માછલીના ઉત્પાદનમાં પણ અગ્રણી રાજ્ય બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, ચોથો એગ્રિકલ્ચર રોડ મેપ લોંચ કરવો એ આ પ્રયાસને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Join Our WhatsApp Community

રાષ્ટ્રપતિએ કહ્યું કે બિહારના ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગો કરવા અને અપનાવવા માટે જાણીતા છે. આ જ કારણ છે કે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી નાલંદાના ખેડૂતોને “વૈજ્ઞાનિકો કરતા મહાન” કહેતા હતા. તેમને એ જાણીને આનંદ થયો કે આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા છતાં, બિહારના ખેડૂતોએ ખેતીની પરંપરાગત પદ્ધતિઓ અને અનાજની જાતોને જાળવી રાખી છે. તેમણે તેને આધુનિકતા સાથે પરંપરાની સંવાદિતાનું એક સારું ઉદાહરણ ગણાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ બિહારના ખેડૂતોને ઓર્ગેનિક ઉત્પાદનોની વધતી માંગનો લાભ લેવા વિનંતી કરી. તેમણે કહ્યું કે જૈવિક ખેતી કૃષિ અને પર્યાવરણ સંરક્ષણના ખર્ચને ઘટાડવામાં મદદરૂપ છે. તે ખેડૂતોની આવક વધારવા અને લોકોને પૌષ્ટિક આહાર આપવા માટે પણ સક્ષમ છે. તેમને એ જાણીને આનંદ થયો કે બિહાર સરકારે જૈવિક ખેતીને વેગ આપવા માટે ગંગા કિનારે આવેલા જિલ્લાઓમાં એક ઓર્ગેનિક કોરિડોર બનાવ્યો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન એ સમગ્ર માનવતાના અસ્તિત્વ માટેનું સંકટ છે. પરંતુ આ ગરીબોને સૌથી વધુ અસર કરે છે. તેમણે નોંધ્યું હતું કે તાજેતરના વર્ષોમાં બિહારમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. તેમણે કહ્યું કે બિહારને પાણીથી સમૃદ્ધ રાજ્ય માનવામાં આવે છે, નદીઓ અને તળાવો આ રાજ્યની ઓળખ છે. આ ઓળખને જાળવી રાખવા માટે જળ સંચય પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે આબોહવાને અનુકૂળ કૃષિ આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વર્તમાન ખેતીની પદ્ધતિમાં ફેરફાર લાવીને, જૈવ-વિવિધતાને પ્રોત્સાહન આપી શકાય છે, જળ સંસાધનોના શોષણને ઘટાડી શકાય છે, જમીનની ફળદ્રુપતાને બચાવી શકાય છે, અને આ બધાથી ઉપર, સંતુલિત ખોરાક લોકોની પ્લેટોમાં પહોંચાડી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Israel-Hamas war : ઈઝરાયેલ વિરુદ્ધ એક થઈ રહ્યા છે વિશ્વભરના મુસ્લિમો, નારાજ ઈરાને OICની બેઠકમાં કરી આ અપીલ..

રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે ઇથેનોલનું ઉત્પાદન બિહારના મુખ્ય પાક મકાઈમાંથી થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, અશ્મિભૂત ઇંધણ, પર્યાવરણીય સંરક્ષણ અને દેશની ઊર્જા સુરક્ષા પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે વિકસિત ભારતના સપનાને પૂર્ણ કરવામાં બિહારનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આ સ્વપ્નને સાકાર કરવા માટે આપણે માનવસર્જિત સંકુચિત માનસિકતામાંથી બહાર આવવું પડશે. બિહારને વિકસિત રાજ્ય બનાવવા માટે સર્વગ્રાહી વિકાસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બિહારના નીતિઘડવૈયાઓ અને લોકોએ રાજ્યની પ્રગતિ માટે એક રોડ મેપ સેટ કરવો પડશે અને તેને અનુસરવું પડશે. તેમણે કહ્યું કે તે સંતોષની વાત છે કે બિહારમાં કૃષિ માર્ગ નકશાનો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે બિહાર વિકાસના દરેક માપદંડો – પછી તે આરોગ્ય હોય, શિક્ષણ હોય, માથાદીઠ આવક હોય કે હેપીનેસ ઇન્ડેક્સ હોય – પર એક રોડ મેપ બનાવીને પ્રગતિના પથ પર સતત આગળ વધતું જોવા મળશે, ત્યારે તેમને વધારે આનંદ થશે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version