Site icon

Gandhinagar : ભારતના રાષ્ટ્રપતિએ ‘રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન’નું ઉદ્ઘાટન કર્યું

Gandhinagar : કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વની ભૂમિકા ભજવે છે; ગુજરાત સરકારે આ બાબત પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે એની ખુશી છે: રાષ્ટ્રપતિ મુર્મુ

the-president-of-india-inaugurated-the-national-e-bidhaan-app

the-president-of-india-inaugurated-the-national-e-bidhaan-app

News Continuous Bureau | Mumbai 

Gandhinagar : ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) 13 સપ્ટેમ્બર, 2023 ગાંધીનગર ખાતે ‘રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશન’ (NeVA) નું ઉદ્ઘાટન કર્યું અને ગુજરાત(Gujarat) વિધાનસભાને સંબોધન કર્યું.

Join Our WhatsApp Community

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વર્ષ 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી ગુજરાત વિધાનસભાએ હંમેશા સમાજના હિતમાં કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તેણે સમયાંતરે ઘણા પ્રશંસનીય પગલાં લીધાં છે. તેમણે વધુમાં કહ્યું કે આજે ઇ-એસેમ્બલીનું ઉદ્ઘાટન એ એક મહત્વપૂર્ણ પગલું છે જે આ ગૃહને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરશે. તેમણે શેર કર્યું હતું કે રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) દ્વારા આ ગૃહના સભ્યો સંસદ અને દેશની અન્ય વિધાનસભાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી અને અપનાવી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે “એક રાષ્ટ્ર એક એપ્લિકેશન”ના ધ્યેયથી પ્રેરિત આ પહેલ ગુજરાત વિધાનસભાની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવશે અને ગૃહની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હોવાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે.રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગુજરાત અનેક માપદંડો પર દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. તેમણે શેર કર્યું કે તે એક અગ્રણી ઉત્પાદન કેન્દ્ર અને સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય છે. તેમમે ઉમેર્યું હતું કે તે સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમના સંદર્ભમાં અને રૂફ ટોપ સોલર પાવર જનરેશન અને વિન્ડ એનર્જી પ્રોડક્શનમાં ફ્રન્ટલાઈન રાજ્યોમાંનું એક છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi : પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની મુલાકાત લેશે..

રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ઉમેર્યું હતું કે માનવ સંસાધનોના વિકાસ માટે લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આ પાસા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે તે જાણીને તેમને આનંદ થયો. તેમણે નોંધ્યું હતું કે સરકારના પ્રયાસોથી કન્યા શિક્ષણ, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર, નોંધણી ગુણોત્તર અને જાળવણી દરમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં ત્રિ-સ્તરીય આરોગ્ય પ્રણાલી દ્વારા પૂરી પાડવામાં આવતી સારી તબીબી સેવાઓની પ્રશંસા કરી હતી જેણે માતા મૃત્યુનું પ્રમાણ અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કર્યો હતો. તેમણે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વીજળી સુધારણા અને જળ સંચય અને પાણી પુરવઠામાં કરેલા નોંધપાત્ર કાર્યોની પ્રશંસા કરી હતી. તેઓ રાજ્ય સરકારની પશુ કલ્યાણ માટેની પહેલની નોંધ લઈને ખુશ હતાં.ગૃહમાં મહિલા પ્રતિનિધિત્વ વિશે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે, પછી તે વિજ્ઞાન અને તકનીક હોય, સંરક્ષણ હોય કે રમતગમત, રાજકારણમાં પણ તેમનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ. તેમણે કહ્યું કે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓની તેમની મુલાકાત દરમિયાન, તેમણે જીવનમાં આગળ વધવાની અને દેશ અને સમાજ માટે કંઈક કરવાની છોકરીઓની આકાંક્ષા જોઈ. તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓને યોગ્ય તકો આપવામાં આવે છે, તેઓ પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે છે. તેમણે હાઇલાઇટ કર્યું કે દેશના સર્વાંગી વિકાસ માટે અડધી વસ્તીની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

G20 સમિટ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચનાનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, પર્યાવરણીય સંરક્ષણ અને ઉર્જા આત્મનિર્ભરતા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પછી ભારતના નેતૃત્વમાં આ એક બીજું મહત્વનું પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત જેવા રાજ્ય માટે આ એક સારી તક છે જે ઊર્જાના નવીન અને બિન-પરંપરાગત સ્ત્રોતોને પ્રોત્સાહન આપે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકોના જીવનને સરળ બનાવવા માટે ટેકનોલોજી એ એક મહત્વપૂર્ણ માધ્યમ છે અને ઇ-વિધાન ધારાસભ્યોને લોકો સાથે જોડાયેલા રહેવામાં વધુ મદદ કરશે. તેઓ ઈચ્છતાં હતાં કે સંસદીય શિષ્ટાચાર અને ગરિમા જાળવી રાખીને તેઓ આ ગૃહમાં લોક કલ્યાણની ચર્ચા કરવા માટે એક નવું ધોરણ સ્થાપિત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના પ્રયાસો માત્ર ગુજરાતને વધુ સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે જ નહીં પરંતુ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પણ મહત્વપૂર્ણ રહેશે.

VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
Wildlife Week 2025: ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે
AGM: મહારાષ્ટ્રમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે વાર્ષિક સાધારણ સભા ની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ
Exit mobile version