Site icon

PM Modi : વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના ચિત્રકૂટની મુલાકાત લેશે..

PM Modi : પ્રધાનમંત્રી બપોરે લગભગ 1:45 વાગ્યે સતના જિલ્લાના ચિત્રકૂટ પહોંચશે અને શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. તેઓ રઘુબીર મંદિરમાં પૂજા અને દર્શન કરશે; શ્રી રામ સંસ્કૃત મહાવિદ્યાલયની મુલાકાત લેશે; સ્વ.શ્રી અરવિંદ ભાઈ મફતલાલની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખનું ઉદઘાટન કરશે.

The Prime Minister Modi will visit Chitrakoot in Madhya Pradesh today

The Prime Minister Modi will visit Chitrakoot in Madhya Pradesh today

News Continuous Bureau | Mumbai 

PM Modi :

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી(PM Modi) બપોરે લગભગ 1:45 વાગ્યે સતના જિલ્લાના ચિત્રકૂટ(Chitrakoot) પહોંચશે અને શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. તેઓ રઘુબીર મંદિરમાં(Raghubir Mandir) પૂજા અને દર્શન કરશે; શ્રી રામ સંસ્કૃત મહાવિદ્યાલયની મુલાકાત લેશે; સ્વ.શ્રી અરવિંદ ભાઈ મફતલાલની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખનું ઉદઘાટન(Opening) કરશે.

પ્રધાનમંત્રી સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના(Arvind Bhai Mafatlal) જન્મ વર્ષના શતાબ્દી સમારોહના ઉપલક્ષ્યમાં આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ ભાગ લેશે. શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સ્થાપના પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજે ૧૯૬૮માં કરી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજથી પ્રેરિત હતા અને તેમણે ટ્રસ્ટની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

શ્રી અરવિંદભાઈ મફતલાલ આઝાદી પછીના ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક હતા, જેમણે દેશની વિકાસગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ સમાચાર પણ વાંચો : Goa : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં 37માં રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કર્યું..

ચિત્રકૂટની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી તુલસી પીઠની(Tulsi Pith) પણ મુલાકાત લેશે. બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ કાચ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ તુલસી પીઠના જગદગુરુ રામાનંદાચાર્યના આશીર્વાદ લેશે અને એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ ત્રણ પુસ્તકો – ‘અષ્ટધ્યાયી ભાષ્ય’, ‘રામાનંદાચાર્ય ચરિત્રમ’ અને ‘ભગવાન શ્રી કૃષ્ણ કી રાષ્ટ્રલીલા’ નું વિમોચન કરશે.

તુલસી પીઠ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સમાજસેવાની સંસ્થા છે. તેની સ્થાપના ૧૯૮૭માં જગદગુરુ રામભદ્રાચાર્ય દ્વારા કરવાCBમાં આવી હતી. તુલસી પીઠ એ હિન્દુ ધાર્મિક સાહિત્યના અગ્રણી પ્રકાશકોમાંની એક છે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version