Site icon

Maharashtra News: ડ્રીમ-૧૧ પર દોઢ કરોડની લોટરી જીતનારા પુણેના એસપી કરાયા સસ્પેન્ડ.. જાણો શું છે આ મામલો..

Maharashtra News: ભારતમાં આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ ચરમસીમાએ છે. વિવિધ ઓનલાઈન ગેમિંગ એપ્સ પર પણ ઓનલાઈન સટ્ટાબાજી મોટાપાયે થઈ રહી છે. મહારાષ્ટ્રમાં પુણે પોલીસના સબ-ઇન્સ્પેક્ટર સોમનાથ ખેંડેએ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની મેચ દરમિયાન 1.5 કરોડ રૂપિયા જીતીને હેડલાઇન્સ બનાવી હતી

The SP of Pune, who won the lottery of one and a half crores on Dream-11, was suspended…

The SP of Pune, who won the lottery of one and a half crores on Dream-11, was suspended…

News Continuous Bureau | Mumbai 

Maharashtra News: ભારતમાં આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ ચરમસીમાએ છે. વિવિધ ઓનલાઈન ગેમિંગ એપ્સ(dream 11) પર પણ ઓનલાઈન સટ્ટાબાજી મોટાપાયે થઈ રહી છે. મહારાષ્ટ્રમાં પુણે પોલીસના સબ-ઇન્સ્પેક્ટર સોમનાથ ઝેંડેએ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની મેચ દરમિયાન 1.5 કરોડ રૂપિયા જીતીને હેડલાઇન્સ બનાવી હતી. 1.5 કરોડની ઈનામી રકમ, હેડલાઈન્સ અને પ્રશંસા બાદ સોમનાથને મોટો આંચકો લાગ્યો છે. સોમનાથ ઝેંડેને(Somnath zende) પોલીસ સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સબ-ઇન્સ્પેક્ટર (PSI) સોમનાથ ઝેંડે પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટમાં તૈનાત હતા. પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટે પુષ્ટિ કરી છે કે સોમનાથ ઝેંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

પિંપરી ચિંચવડના કરોડપતિ કોપ સોમનાથ ઝેંડેને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિફોર્મને અણછાજતી હરકત કરી હોવાનો આક્ષેપ ઝેંડે પર કરવામાં આવ્યો છે, પરંતુ ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી દરમિયાન તેમને પોતાનો પક્ષ માંડવાનો અધિકાર આપવામાં આવશે, એવી માહિતી પુણે પોલીસના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Maratha Reservation: મરાઠા આંદોલનકારીએ બાંદરામાં ફલાયઓવર પર ખાધો ગળેફાંસો.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..

સોમનાથે મહારાષ્ટ્ર પોલીસના સિવિલ સર્વિસ કન્ડક્ટ રૂલનું ઉલ્લંઘન કર્યું છે…

દરમિયાન સોમનાથે ફરજ બજાવતી વખતે બેદરકારી, સિવિલ સર્વિસ કંડક્ટના નિયમોનું ઉલ્લંઘન અને યુનિફોર્મ પહેરીને મીડિયા સાથે વાત કરીને જુગારને પ્રોત્સાહન આપવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

પુણેના પિંપરી-ચિંચવડ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, PSI સોમનાથ ઝેંડેની તપાસ ડીસીપી રેન્કના અધિકારીને સોંપવામાં આવી હતી. જેમાં વહીવટી અને કાયદાકીય પાસાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સોમનાથ ઝેંડે ફરજમાં બેદરકારી દાખવતો હતો એટલે કે ફરજ પર હતો ત્યારે સોમનાથ સટ્ટાબાજીમાં ધ્યાન આપતો હતો.

મોબાઈલ ફોન પર ગેમ રમીને પિંપરી ચિંપવડના સબ પોલીસ ઈન્સ્ટપેક્ટર સોમનાથ ઝેંડે એક જ રાતમાં ડ્રીમ-૧૧માં દોઢ કરોડની રકમ જ જિતી ગયા હતા. પરંતુ હવે ઝેંડેની આ જીત જ તેમના માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. પોલીસી છબિ મલિન કરવાનો આક્ષેપ મૂકીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સોમનાથ ઝેંડે પિપરી ચિંચવડ કમિશન ઓફિસમાં ફરજ બજાવી રહ્યા હતા. હાલમાં વર્લ્ડકપની મેચ ચાલી રહી છે અને તેમાં એમણે બાંગલાદેશ વર્સીસ ઈંગ્લેન્ડની મેચ દરમિયાન આ જુગાર ખેલ્યો હતો. લોટરી જિતવાને કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયા હતા અને ત્યાર બાદ વરિષ્ઠ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ઝેંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version