ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્રના દસમા ધોરણના વિદ્યાર્થીઓ પોતાના રિઝલ્ટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓમાં ચર્ચા હતી કે પરિણામ ૧૫ જુલાઈએ જાહેર થવાનું છે, પરંતુ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરિણામ આજે જાહેર થશે નહિ. જોકેપરિણામ આ અથવા આવતા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે.
દસમા ધોરણની પરીક્ષાઓ રદ કરતી વખતે બોર્ડે દસમા ધોરણનું પરિણામ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ લોકલ ટ્રેનમાં શિક્ષકોને પ્રવાસની પરવાનગી ન મળતાં પરિણામ અપલોડ કરવામાં વિલંબ થયો હતો. શાળાઓએ અપલોડ કરેલા રિઝલ્ટમાં બોર્ડને ખામી જણાતાંએને સુધારવા માટે બોર્ડે ફરીથી વધુ સમય આપવો પડ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગામના સ્ટેશનનો થયો કાયાકલ્પ; જુઓ નવા વડનગર રેલવે સ્ટેશનની અદ્ભુત તસવીરો
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર એજ્યુકેશનના સેક્રેટરીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “રિઝલ્ટ સંદર્ભે હજી સુધી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. આજે રિઝલ્ટ જાહેર થવાનું નથી એ સ્પષ્ટ છે.”a
