News Continuous Bureau | Mumbai
પંજાબ(Punjab)ના મોહાલી(Maholi)માં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી. પંજાબના મોહાલીના ફેઝ 8ના દશેરા ગ્રાઉન્ડ(Dussera)માં લંડન બ્રિજ(London bridge) મેળો યોજાયો હતો. રવિવાર, રજાનો દિવસ હોવાથી મેળામાં ભારે ભીડ જોવા મળી હતી. મેળામાં એ સમયે અચાનક ખળભળાટ મચી ગયો હતો જ્યારે ડ્રોપ ટાવર(Drop Tower)નો ઝૂલો 50 ફૂટની ઊંચાઈએથી અચાનક નીચે પડી ગયો હતો. કોઇ કંઇ કરી શકે કે વિચારી શકે એ પહેલા ઝુલા(swing crash) સહિત તેમાં બેઠેલા લોકો જમીન પર પટકાયા હતા.
મોટી દુર્ઘટના: #પંજાબના #મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની #ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો.. જુઓ વિડીયો.. #Punjab #mohali #accident #people #fun #joyride #fair #giantswing #injured #spinning #wheel #crash #newscontinuous pic.twitter.com/5cgzRrOiRj
— news continuous (@NewsContinuous) September 5, 2022
આ અકસ્માત સમયે ઝૂલા પર 30થી વધુ લોકો હતા, જેમાં વધુ પડતી મહિલાઓ અને બાળકો સામેલ હતા. જો કે આ દુર્ઘટનામાં એક સારી વાત એ હતી કે ઝુલા પર બેઠેલા લોકોએ પટ્ટો બાંધ્યો હતો. જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ 16 લોકો ઘાયલ(Injured) થયા હતા.
