ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
દેશના દક્ષિણ રાજ્ય કેરળમાં કોરોના વાયરસ મહામારીની ગતિ ધીમે ધીમે વધી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કેરળ સરકારને સૂચન મોકલવામાં આવ્યુ છે કે રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ રોકવા માટે લોકડાઉન લગાવવા સિવાય કોઈ વિક્લપ નથી.
લોકડાઉન લગાવવાથી જ કોરોનાના સંક્રમણની ચેન તોડી શકાય છે. જો લોકડાઉન લગાવાય તો કેરળમાં પંદર દિવસમાં સ્થિતિ સુધરી શકે છે.
ત્રણ દિવસ પહેલા કેરળમાં પોઝિટિવિટી રેટ 15 ટકા હતો જે હવે વધીને 19 ટકા થઈ ચુકયો છે.
ઉલેખનીય છે કે બે દિવસ અગાઉ જ કેરળમાં નાઈટ કરફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતા વધી રહી છે અને ઘણા જાણકારોનુ માનવુ છે કે, કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવી શકે છે. જેને લઈને ઘણા રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
