Site icon

પશ્ચિમ રેલવેની આ ટ્રેનો 7 જૂને રદ થશે, જાણો સંપૂર્ણ વિગતો…

These train services are affected today, check all details here

પશ્ચિમ રેલવેની આ ટ્રેનો 6 અને 7 જૂને રદ થશે, જાણો સંપૂર્ણ વિગતો…

News Continuous Bureau | Mumbai

દહાણુ રોડ-ઢોલવાડ વિભાગમાં બ્રિજ નંબર 192 માટે જિયો સેલ દ્વારા બ્રિજના એપ્રોચને મજબૂત કરવાની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોક બ્રિજ નંબર 192 માટે મંગળવાર, 6 જૂન, 2023ના રોજ 1.50 કલાકથી 6.20 કલાક સુધી અને બુધવાર, 7 જૂન, 2023ના રોજ 08.45 કલાકથી 1.15 કલાક સુધી લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ની કેટલીક ટ્રેનો રદ, રેગ્યુલેટેડ અને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

રદ કરાયેલી ટ્રેનો:

1. ટ્રેન નંબર 09159 બાંદ્રા ટર્મિનસ – 6ઠ્ઠી અને 7મી જૂન, 2023ની વાપી એક્સપ્રેસ રદ રહેશે.

2. 6ઠ્ઠી અને 7મી જૂન, 2023ની ટ્રેન નંબર 09144 વાપી-વિરાર શટલ યાત્રા રદ રહેશે.

7 જૂન, 2023ના રોજ રેગ્યુલેટ થનારી ટ્રેનો:

1. ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 01 કલાક 35 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

2. ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ – અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

3. ટ્રેન નંબર 09075 મુંબઈ સેન્ટ્રલ – કાઠગોદામ સુપરફાસ્ટ સ્પેશિયલ 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

4. ટ્રેન નંબર 09143 વિરાર-વલસાડ સ્પેશિયલ 35 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ઇન્ટરનેશનલ લેવલની ફિલ્મ હશે ‘શક્તિમાન’ મુકેશ ખન્નાએ કર્યો ખુલાસો,અધધ આટલા કરોડ નું હશે બજેટ

7મી જૂન 2023ના રોજ શોર્ટ ટર્મિનેટ થતી ટ્રેનો:

1. ટ્રેન નંબર 09085 બોરીવલી – વલસાડ દહાણુ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે.

મુસાફરોને પશ્ચિમ રેલવે દ્વારા વિનંતી કરવામાં આવી છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારોની નોંધ લો.

Exit mobile version