News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રિપુરાની મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે.
અહીં શાસક ગઠબંધનના ચાર વર્ષ પૂર્ણ થવા પર ગૃહમંત્રી અમિત શાહે એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે.
આ સિવાય તેમણે ગઠબંધન સરકારની ઉપલબ્ધિઓ ગણાવી.
શાહે કહ્યું કે અગરતલા દેશના બાકીના ભાગો સાથે રેલ દ્વારા જોડાયેલું છે. ત્રિપુરામાં 542 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે.
ભાજપ-આઈપીએફટી સરકારે રાજ્યમાં રાજકીય હિંસા પર પૂર્ણ વિરામ મૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો : એક્ઝિટ પોલનો વરતારો : ઉત્તરાખંડમાં કોણ ચૂંટણી જીતશે તે સંદર્ભે અસ્પષ્ટ ચિત્ર. જાણો કઈ એજન્સીએ કયા આંકડા રજૂ કર્યા.