Site icon News Continuous Bureau | Mumbai

વાહ શું વાત છે- ભગવાન વિષ્ણુ માટે દેશનું આ એરપોર્ટ માટે પાંચ કલાક રહ્યું બંધ- બહુ ખાસ છે કારણ

News Continuous Bureau | Mumbai

તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Thiruvananthapuram International Airport) પર મંગળવારે એક રસપ્રદ ઘટના બની. વાસ્તવમાં, ભગવાન વિષ્ણુ(lord Vishnu)ને સ્નાન કરવા માટે અહીંના રનવે (Runway) પરથી પસાર થતી "અરટ્ટૂ" શોભાયાત્રા(Arattu Procession)ને કારણે મંગળવારે સાંજે પાંચ કલાક માટે ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

 

આલાપસી ઉત્સવ (Alapasi festival) મંગળવારે મંદિર સુધી "અરટ્ટૂ" શોભાયાત્રા સાથે સમાપ્ત થયો. એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પાંચ કલાક માટે ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો(Indigo), એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)અને એર અરેબિયા સહિત મુખ્ય કેરિયર્સની ઓછામાં ઓછી 10 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આ પરંપરા માટે એરપોર્ટને બંધ કરવાની આ પ્રથા દાયકાઓથી ચાલી રહી છે અને ગયા વર્ષે અદાણી જૂથે એરપોર્ટનું સંચાલન સંભાળ્યું તે પછી પણ તે બંધ થઈ નથી.  

આ સમાચાર પણ વાંચો :  રિલાયન્સના JioBook 4Gની ભારે માંગ- માત્ર 15 હજાર રૂપિયામાં મળતું લેપટોપ થઇ ગયું આઉટ ઓફ સ્ટોક- જાણો શું છે એવી ખાસિયત 

પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિર(Padmanabhaswamy Temple)ની વર્ષો જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ દર વર્ષે બે વાર તેની ફ્લાઈટ શેડ્યૂલ બદલે છે. મંદિરની આ શોભાયાત્રા અહીંના રનવે નજીકથી પસાર થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'રનવેની નજીક અરટ્ટૂ મંડપ છે, જ્યાં મંદિરની મૂર્તિઓને શોભાયાત્રા દરમિયાન ધાર્મિક વિધિ તરીકે થોડા સમય માટે રાખવામાં આવે છે. મંદિર(Temple)ની પરંપરા મુજબ, મંદિરના દેવી-દેવતાઓની મૂર્તિઓને વર્ષમાં બે વાર એરપોર્ટની પાછળ આવેલા શાંગમુઘમ સમુદ્રમાં સ્નાન માટે લઈ જવામાં આવે છે. 1992માં એરપોર્ટ બન્યા પહેલા પણ આ શોભાયાત્રા આ માર્ગ પરથી પસાર થતી હતી.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version