ક્યાં છે સ્વચ્છતા? સુરતના આ વિસ્તારની હાલત તો ‘નર્ક’ જેવી, ગંદકીના ઢગલા વચ્ચે જીવે છે લોકો

This area of Surat is a dump of dirt

ક્યાં છે સ્વચ્છતા? સુરતના આ વિસ્તારની હાલત તો ‘નર્ક’ જેવી, ગંદકીના ઢગલા વચ્ચે જીવે છે લોકો

News Continuous Bureau | Mumbai

 સુરત જિલ્લાના કામરેજ તાલુકા મથક એવા કામરેજ ચાર રસ્તા વિસ્તારની આજુબાજુની સોસાયટીઓ નવાગામ,ખોલવડ અને કામરેજ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ છે. કામરેજ ચાર રસ્તા પરના બોટલ નેક નજીકના અગાઉના સમયમાં થોડા ઘણા અંશે દબાણો દૂર કરી તંત્રએ રાહતનો શ્વાસ લીધો. કામરેજ વિસ્તારના સત્તાધીશો દ્વારા જાહેરનામું બહાર પાડી સર્કલ આજુબાજુના અમુક વિસ્તાર સુધીને ટ્રાફિક મુક્ત કરવાની જાહેરાત પણ થઈ ચૂકી છે. જાહેરાત થાય છે પરંતુ તેની અમલવારી થાય છે કે નહીં અને અમલવારી નથી થતી તો કરાવવાની ફરજ કોના માથે અને ના જેમાથે એ ફરજ અને જવાબદારી છે એ કરાવે છે કે નહીં ?? માત્ર જાહેરાતથી કામરેજ ચાર રસ્તાની સમસ્યાની ભરમાળનો ઉકેલ નથી આવી જતો. 

કામરેજ સર્કલ નજીકના ઓવર બ્રીજ પર ભાતચિત્ર સહિતની ડિઝાઇન બનાવી મોટા ઉપાડે કામરેજની કાયા પલટ માટેની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ આજુબાજુ વિસ્તારમાં કાયમી ઘર કરી ગયેલી સમસ્યાનો થપ્પો પ્રજાના માથે લાગી ચૂક્યો છે. ત્યારે ખાટલે મોટી ખોડ તો એ છે કે કામરેજ વિસ્તારના ખોલવડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી આરોગ્ય અને સ્વાસ્થ્યની  સારવાર માટે જાણીતી દિનબંધુ હોસ્પિટલ તરફ જતા ખોલવડ ગરનાળા પાસે હોસ્પિટલના પ્રવેશદ્વાર નજીક જ ગંદકી યુક્ત દૂષિત પાણીનો સંગ્રહ કાયમ માટે જોવા મળે છે. સાથે સાથે તેની નજીકમાં જ પ્લાસ્ટિકની કોથળી સહિતનો ગંદવાડનો અડ્ડો બની ગયો છે. બીજી તરફ કામરેજના ખોલવડ તરફ જતા સર્વિસ રોડ પાસે આવેલી અઝીમ હોસ્પિટલ નજીક ગંદવાડ ત્યાં મંદવાડના સૂત્રને સાર્થક કરતી દૂષિત પાણીનો ખાડો ભરેલો સૂકવાનું નામ નથી લેતો. જાહેર માર્ગને અડીને આવેલા સર્વિસ રોડ નજીકનો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે. 

આ સમાચાર પણ વાંચો: અનેક ફૂટ ઉંચે હોટ એર બલુનમાં લાગી આગ, જીવ બચાવવા લોકોએ લગાવી મોતની છલાંગ.. જુઓ વિડીયો

ગટર લાઇનના દૂષિત પાણીને કારણે મચ્છરનો ઉપદ્રવ સહિત રોગચાળો ફેલાવવાની શક્યતા નકારી શકાતી નથી. ત્યારે કામરેજની દિનબંધુ તેમજ અઝીમ હોસ્પિટલ ખાતે આવતા દર્દીની સારવાર પહેલા બંને હોસ્પિટલ નજીકની ગંદકીની સારવાર લાગતા વળગતા સત્તાધીશો દ્વારા  કરવામાં આવે એવી તાતી જરૂરિયાત વર્તાય રહી છે. 

Exit mobile version