Site icon

Resort : આ કંપનીએ ગુજરાતમાં તાજ ગાંધીનગર રિસોર્ટ અને સ્પા ખોલવાની જાહેરાત કરી

વૈશ્વિક કક્ષાની સ્પા સહિતની અનેકવિધ સુવિધાઓથી સજ્જ અને સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવતી આ વૈભવી હોટેલ છે

This company announced the opening of Taj Gandhinagar Resort and Spa in Gujarat

IHCLએ ગુજરાતમાં તાજ ગાંધીનગર રિસોર્ટ અને સ્પા ખોલવાની જાહેરાત કરી

News Continuous Bureau | Mumbai 

ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઈન્ડિયન હોટેલ્સ કંપની (IHCL) એ આજે ગુજરાતમાં તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા ખોલવાની જાહેરાત કરી છે. વૈશ્વિક કક્ષાની સ્પા સહિતની અનેકવિધ સુવિધાઓથી સજ્જ અને સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવતી આ એક વૈભવી હોટેલ છે. આ હોટેલના ઉમેરાવાથી, IHCL પાસે સમગ્ર ગુજરાતમાં તાજ, સેલીકશન, વિવાંતા અને જીંજર બ્રાન્ડની ૨૧ હોટેલો હશે જેમાંની ચાર હોટેલ આકાર પામી રહી છે.

Join Our WhatsApp Community

શ્રી પુનીત ચટવાલે, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, IHCLના જણાવ્યું હતું કે,“ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પદાર્પણ સાથે IHCL ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ વિસ્તારી રહી છે. તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પાના અનાવરણ સાથે, અમે માત્ર મનોરંજન અને સામાજિક કાર્યક્રમોની વધતી જતી માંગને પૂર્ણ કરી રહ્યાં નથી, પરંતુ આ શહેરને વૈશ્વિક પ્રવાસી નકશા પર પણ મૂકી રહ્યા છીએ. રાજ્યના મહત્વના શહેરોની નજીકમાં આવેલો આ તાજ બ્રાન્ડેડ રિસોર્ટ મહેમાનો માટે એક ખૂબ જ શાંત અને આહલાદક અનુભવ પૂરો પાડશે.

આ ૧૧૮ કી રિસોર્ટ લીલોતરી અને મનમોહક જલાશયોથી ઘેરાયેલા છ એકર વિસ્તારમાં પથરાયેલો છે. રિસોર્ટમાં બ્યૂ ડોમ, ભવ્યાતિભવ્ય કમાનો અને ડિઝાઈનો સાથે સુસજ્જ સ્તંભો સહિતની ભૂમધ્ય હેસિન્ડા શૈલીની ડિઝાઇન; વિભિન્ન ચિત્રકૃતિઓ અને કલાકૃતિઓ સાથે અપ્રતિમ બની રહે છે. અમદાવાદ એરપોર્ટથી ખૂબ જ આરામદાયક રીતે આ રિસોર્ટમાં પહોંચી શકાય છે. તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા દરેક સમયે વૈશ્વિક સ્તરની વિવિધ સ્વાદિષ્ટ અને મનપસંદ વાનગીઓ પીરસે છે. ચા ના શોખીનો માટે વિવિધ શ્રેણીની ચા ના વિકલ્પો સાથેની ટી લાઉન્જ ચા પ્રેમીઓને આકર્ષે એવી છે. સપા કાફેમાં ઓર્ગેનિક પ્લાન્ટ આધારિત વિશાળ શ્રેણીની તંદુરસ્તી પ્રદાન કરતી વાનગીઓ પીરસવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  નાયબ ખેતી નિયામક-સુરતની કચેરીએ છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાંથી અધધ આટલા હજાર ફાયટોસેનિટરી સર્ટીફિકેટ(PSC) ઇસ્યુ કર્યા

અહીના જે વેલનેસ સર્કલ સ્પામાં મહેમાનો સ્વાસ્થ્યની અનેક સુવિધાઓ મેળવી શકે છે જેમાં ભારતની સમૃદ્ધ અને પ્રાચીન હીલિંગ પરંપરાઓ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સ્પાની સુવિધાઓમાં બાર ટ્રીટમેન્ટ રૂમ, રિલેક્સેશન લાઉન્જ, સેન્સરી લાઉન્જ, મેડિટેશન રૂમ, અત્યાધુનિક ફિટનેસ સેન્ટર, ટર્કિશ હમ્મામ અને ઉત્તમ આયુર્વેદ સેન્ટરનો સમાવેશ થાય છે. ખુલ્લામાં મોજ માણવા ઇચ્છુક અતિથિઓ માટે સ્ક્વોશ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ગેમ્સ, બાળકો માટે વિશિષ્ટ પ્લે ઝોન અને સ્વિમિંગ પૂલથી સજ્જ મનોરંજક પ્રવૃત્તિઓ પ્રદાન કરવામાં આવે છે. આ રિસોર્ટમાં આવેલો પાંચ હજાર ચોરસ ફૂટનો પિલરલેસ બેન્ક્વેટ હોલ અને બે એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી લોન કોન્ફરન્સ અને હાઇ સોસાયટી સામાજિક પ્રસંગો માટે ઉત્કૃષ્ટ અને આદર્શ સ્થળ બની રહે છે.

તરોનિશ કરકરિયા, જનરલ મેનેજર, રિસોર્ટ એન્ડ સ્પા, તાજ ગાંધીનગર જણાવ્યું હતું કે, “અમારા મોંગેરા મહેમાનોને ગુજરાતની પરંપરાઓ અને આધુનિક સુખ સુવિધાઓના સુભગ સમન્વય થાય એવા આહલાદક અનુભવ પ્રદાન કરવા સાથે; અમે ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવવા માટે ઉત્સુક છીએ. અમે તાજની ટ્રેડમાર્ક સમાન ઉષ્માસભર સેવા સાથે અમારા માનવંતા મહેમાનોનું સ્વાગત કરવા ઉત્સુક છીએ.”

ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર એ વારસા, ઇતિહાસ અને સંસ્કૃતિનું મિશ્રણ છે અને ‘અક્ષરધામ’ જેવા આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ સ્થળોથી સુસજ્જ છે.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version