Site icon News Continuous Bureau | Mumbai

ઈડરનો મહાનાયક અમિતાભ બચ્ચનને કારણે પ્રખ્યાત થયેલો આ ડુંગર જોતજોતામાં ગાયબ થઇ ગયો; ખનનકારોએ આખેઆખો ડુંગર ખોડી નાખ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

અરવલ્લીની પર્વતમાળાઓથી ઘેરાયેલા ઇડરમાં હાલ ડુંગરોના ખનનનું કામ ચાલી રહ્યું છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કારણે પ્રખ્યાત થયેલા ડુંગરનું પણ ખનનકારોએ નામોનિશાન મિટાવી દીધું છે અને ત્યાની ૨૦૦ ફૂટ જેટલી જમીનમાં ખનનનું કામ પૂરજોશમાં થઇ રહ્યું છે. અમિતાભ બચ્ચને પોતાના આલ્બમ કભી-કભી માટે ઇડરના લાડોલા ગામના ડુંગર પર સેટ બનાવ્યો હતો.

આ ડુંગર ‘અમિતાભવાળા’ તરીકે બાદમાં ખ્યાતનામ થયો હતો. જોકે, હવે આ ડુંગર અદ્રશ્ય થઇ ગયો છે. સાપાવાડા ગામના એક સ્થાનિક વ્યક્તિએ આ ખનનનો વિરોધ કર્યો હતો. તેમણે લડત ચલાવતા મોટી સફળતા મળી હતી અને તે ગામની સીમમાં થતું ખનન રોકવામાં આવ્યું હતું, પરંતુ અમિતાભવાળા   ડુંગર બીજા રેવેન્યુ વિલેજમાં હોવાથી તેનું કામ અટકાવી શકાયું ન હતું.

ઇઝરાયલના નિશાના પર છે યુનિલીવરની આ બ્રાન્ડ; જાણો શું છે સમગ્ર મામલો અહીં

ઉલ્લેખનીય છે કે સ્થાનિક પ્રશાસન આ મામલો ગંભીરતાથી લેતો નથી. ફરિયાદ મળતા મશીનો જપ્ત કરવા જેવી કાર્યવાહી અને વાર કરવામાં આવે છે, પરંતુ આ ખનનકારો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હજી સુધી કરાઈ નથી. એક તરફ જયારે સરકાર હેરીટેજ બચાવવાનું કહે છે ત્યારે સ્થાનિક પ્રશાસનની આ ચુપકીદી સદંતર વિરોધાભાસી જણાય છે.

Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
IndiaBorn Cheetah Gives Birth ભારતીય ભૂમિ પર બીજી પેઢીના ચિત્તાનો જન્મ, કુનોમાં માદા ચિત્તાએ ૫ શ્રાવકોને જન્મ આપતાં ખુશીનો માહોલ
Pune Mule Bank Account Cyber Fraud ૧૯ લોકોના ₹૧.૮૦ કરોડ સાફ! પુણેમાં સક્રિય ‘મ્યૂલ બેંક એકાઉન્ટ’ સિન્ડિકેટનો પર્દાફાશ ૫ સાયબર ઠગોનો ખેલ ખતમ
Eknath Shinde Sudden Delhi Visit અચાનક દિલ્હી પહોંચી શિંદેએ કઈ નવી ખીચડી પકવી? સીટ વહેંચણીમાં અસંતોષ કે પછી કોઈ મોટો રાજકીય દાવપેચ જાણો અંદરની વાત
Exit mobile version