Site icon

લો બોલો! ગુજરાતના આ ભાઈએ ઑફિસ ન જવાનું અનોખું બહાનું આપ્યું; પોતે વિષ્ણુના દસમા અવતાર કલ્કી હોવાનો દાવો કર્યો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોનાકાળ વચ્ચે ગુજરાત સરકારના એક અધિકારીએ દાવો કર્યો છે કે તે વિષ્ણુનો દસમો અવતાર કલ્કી છે અને તે ઑફિસ જઈ શકશે નહીં, કારણ કે તે વૈશ્વિક અંતરાત્માને બદલવામાટે તપશ્ચર્યાકરી રહ્યા છે. તેમની તપશ્ચર્યાને કારણે, દેશમાં સારો વરસાદ પડી રહ્યો છે.

હકીકતે સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી (એસએસપીએ)માં અધીક્ષક ઇજનેર તરીકે કાર્યરત રમેશચંદ્ર ફેફર છેલ્લા આઠ મહિના દરમિયાન તેમની વડોદરાસ્થિત ઑફિસમાં માત્ર ૧૬ જ દિવસ હાજર રહ્યા હતા. ત્યાર બાદ સંસ્થાએ તેમને શો-કોઝ નોટિસ ફટકારી હતી જેમાં લખ્યું હતું કે "આવી અનધિકૃત ગેરહાજરી ગેઝેટેડ અધિકારીઓને અનુકૂળ નથી. તમારી ગેરહાજરીને કારણે એજન્સીનું કામ અવરોધાય છે."

ઉલ્લેખનીય છે કે આ નોટિસ અને તેનો જવાબ વાયરલ થઈ ગયો હતો. ઉપરાંત તેમણે પોતાના રાજકોટ સ્થિત ઘરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે "જો તમે વિશ્વાસ ન કરો તો પણ, હું ખરેખર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું અને આગામી દિવસોમાં હું એ સાબિત કરીશ. હું માર્ચ ૨૦૧૦માં મારી ઑફિસમાં હતો ત્યારે મને જણાયું કે હું કલ્કીનો અવતાર છું, ત્યારથી મારી પાસે દિવ્ય શક્તિઓ છે.

Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Exit mobile version