News Continuous Bureau | Mumbai

સુરતના કામરેજમાં હિન્દુ નવ વર્ષ નિમિત્તે મહિલાઓ દ્વારા યોજાયો આ ખાસ કાર્યક્રમ..

સુરતના કામરેજમાં હિન્દુ નવ વર્ષ નિમિત્તે મહિલાઓ દ્વારા યોજાયો આ ખાસ કાર્યક્રમ..

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રીય સેવિકા સમિતિ સુરત જિલ્લા દ્વારા સુરત જિલ્લાના કામરેજ વિસ્તારના કામરેજ ચાર રસ્તા ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં ભજન કીર્તન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પવિત્ર ચૈત્ર માસ નવરાત્રીની શરૂઆત સાથે ગત રોજ હિંદુઓના નવ વર્ષનો શુભારંભ થયો હતો. ભારતીય સંસ્કૃતિની ધરોહર અને ગરિમા રૂપ અસ્મિતાની જાળવણી રૂપ હિન્દુ સમુદાય પરા પૂર્વથી જ ધાર્મિક પરંપરાને વળેલો છે. ત્યારે ગત રોજ ચૈત્ર સુદ એકમ અને વિક્રમ સંવત 2080 ની શરૂઆતના પ્રારંભે હિન્દુઓના નવા વર્ષની શરૂઆત થઈ હતી.

This special program organized by women on the occasion of Hindu new year in Kamrej, Surat

Join Our WhatsApp Channel

રાષ્ટ્રીય સેવિકા સમિતિ સુરત જિલ્લા કાર્યવાહીકા નીલમ અરુણ સહિતના મહિલા વૃંદ દ્વારા મંદિરમાં ભજન કીર્તન સહિત ધૂન બોલાવવામાં આવી હતી. ચોક્કસ પ્રકારના વસ્ત્ર પરિધાનમાં સજ્જ મહિલા વૃંદ દ્વારા હિન્દુ સંસ્કૃતિ વિશે સમાજને માહિતગાર કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Sanjay Raut: સંજય રાઉતને શિવસેનાના સંસદીય નેતા પદ પરથી હટાવ્યા, લોકસભા અધ્યક્ષને મુખ્યમંત્રીનો પત્ર; નેતા તરીકે કીર્તિકરની વરણી

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version