Site icon News Continuous Bureau | Mumbai

Rajkot: ગોંડલ તાલુકાનું આ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર: આ ગામના દરેક ઘર પોતાની દીકરીના નામે ઓળખાશે.

Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ બન્યું "દીકરી ગામ": ગામમાં સમરસ બાલિકા પંચાયતની રચના કરાઈ, ગામમાં જન્મનારી દીકરીઓના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખુલશે

This village in Gondal taluka declared as Dikri Gam Every house in this village will be named after its daughter

This village in Gondal taluka declared as Dikri Gam Every house in this village will be named after its daughter

News Continuous Bureau | Mumbai

Rajkot: “દીકરી ગામ..?” જી હા.. “દીકરી ગામ…” રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું ( Gondal Taluka ) પાટીદડ ગામ ( Patidad village ) રાજ્યનું અનોખું “દીકરી ગામ” ( Dikri Gam ) તરીકે જાહેર થયું છે. જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના હસ્તે “દીકરી ગામ”ની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામમાં “સમરસ બાલિકા પંચાયત”ની ( Samaras Balika Panchayat )  રચના કરવામાં આવી હતી. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના ( Rajkot District Panchayat ) પ્રમુખ સુશ્રી પ્રવિણાબેન રંગાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આનોખા એવા “દીકરી ગામ” પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થઈ રહ્યો છે, તે આનંદની વાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલા સશક્તિકરણ માટે થયેલા પ્રયાસો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, દીકરી ગામ લોકો માટે પ્રોત્સાહનરૂપ બનશે.

Join Our WhatsApp Channel

પાટીદડ ગામને દીકરી ગામ ઘોષિત કરવા માટે આંગણવાડીની બહેનોએ ઉઠાવેલી જહેમત અને ઘરે ઘરે જઈને કરેલા સર્વેની વિશેષ નોંધ લેવાઈ હતી અને આંગણવાડી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં “બેટી બચાવો, બેટી પઢાઓ”ના શપથ પણ લેવામાં આવ્યા હતા મહત્વનું છે કે, ભારત સરકાર પુરસ્કૃત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રી સુશ્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના સહયોગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના સહકાર થકી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડ ગામથી “દીકરી ગામ” પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. આ ગામનું દરેક ઘર પોતાની દીકરી નામે ઓળખાય તે માટે તમામ ઘર પર દીકરીના નામની પ્લેટ લગાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચોઃ Chhattisgarh Election: છત્તીસગઢની ચૂંટણીમાં મોટો વળાંક. કોંગ્રેસના મુખ્યમંત્રીએ લાંચમાં લીધા 500 કરોડ? જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Monsoon Update થાણેવાસીઓ માટે આનંદના સમાચાર શહેરનું સૌથી મોટું તળાવ ‘તળાવ પાળી’ ઓવરફ્લો થયું
Tree Collapse Incident મીરાભાયંદરમાં ગમખ્વાર દુર્ઘટના અચાનક વૃક્ષ ધરાશાયી થતા CCTV માં કેદ થઈ આ ઘટના
Palghar Rail Disruption પાલઘરમાં મેઘરાજાનું તાંડવ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ, ટ્રેન સેવાઓ ખોરવાઈ.
Virar Flooding મુંબઈના વિરારમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
Exit mobile version