Site icon News Continuous Bureau | Mumbai

બૉમ્બે હાઈ કોર્ટનો મોટો ચુકાદો : હવે એક ફ્લૅટવાળા એકથી વધુ પર્સનલ ગાડીઓ રાખી શકશે નહીં, શા માટે? જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર 
મહારાષ્ટ્રની બૉમ્બે હાઈ કોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતાં જણાવ્યું છે કે એક ફ્લૅટના માલિક એકથી વધુ વાહન રાખી નહીં શકે. આ મામલામાં અધિકારીઓને નિર્દેશ આપતાં જણાવ્યું કે જે લોકો પાસે ઘણી કારો છે અને પાર્કિંગની જગ્યા નથી તેમને એકથી વધુ પર્સનલ વાહન રાખવાની પરવાનગી મળશે નહીં. સુનાવણી દરમિયાન હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી. એસ. કુલકર્ણીની પેનલે કહ્યું કે અધિકારીઓએ એવા લોકો કે જેમની પાસે ફક્ત એક ફ્લૅટ છે અને તેમની કૉલોની કે સોસાયટીઓમાં ગાડીઓ ઊભી કરવા માટે પૂરતી જગ્યા નથી તેમને ચાર કે પાંચ ગાડીઓ રાખવાની પરવાનગી આપવી જોઈએ નહીં.

સામાન્ય જનતાને મળશે મોટી રાહત : આ રાજ્ય સરકારે  પેટ્રોલના ભાવ ઘટાડવાની કરી જાહેરાત, એક સાથે આટલા રૂપિયા ઘટાડી દીધા

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે નવી મુંબઈમાં રહેતા સંદીપ ઠાકુરે અરજી દાખલ કરી હતી. આ જાહેરહિતની અરજી પર હાઈ કોર્ટે સુનાવણી કરી હતી. એમાં તેમણે એક સરકારી આદેશને પડકાર આપતાં અરજી દાખલ કરી હતી. એકીકૃત વિકાસ નિયંત્રણ તેમ જ સંવર્ધન નિયામક કાયદામાં સુધારો કરતાં ફ્લૅટ અને બિલ્ડિંગ બનાવનાર ડેવલપરને પાર્કિગની જગ્યા ઓછી કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઠાકુરે પોતાની અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે ડેવલપર નવાં બિલ્ડિંગોમાં પાર્કિંગ માટે યોગ્ય જગ્યા નથી આપતા. જેને લઈને કૉલોનીઓ અને સોસાયટીમાં રહેતા લોકોને બહાર રસ્તા પર ગાડીઓ પાર્કિંગ કરવી પડે છે.

સરકારની આ નિતી સામે દેશભરના ઝવેરીઓ ની હડતાળ ની ચીમકી;જાણો વિગત
 
આ ઉપરાંત હાઈ કોર્ટે કહ્યું કે નવી ગાડીઓની કિંમત ઓછી કરવાની જરૂર છે, જે લોકો સરળતાથી ગાડીઓ ખરીદી શકે છે તેમને ચાર-પાંચ ગાડીઓ રાખવાની મંજૂરી આપવી ખોટું છે. ગાડીઓ લેતાં પહેલાં તમારે એ જોવું પડશે કે ગાડી પાર્ક કરવા માટે તમારી પાસે પૂરતી જગ્યા છે કે નહીં. કોર્ટે ગાડીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે વર્તમાનમાં રસ્તાઓની બંને બાજુનો 30 ટકા ભાગ પાર્કિંગના કારણે ઘેરાયેલો રહે છે. ગાડીઓ રસ્તા પર આ રીતે ઊભી કરવાની વાત સામાન્ય થઈ ગઈ છે. આ સાથે કોર્ટે રાજ્યના વકીલ મનીષ પાબલેને બે સપ્તાહમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે.

JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Raj Thackeray Big Claim શું દેશમાં મોટો સત્તાપલટો થવાનો છે? સંજય રાઉત બાદ હવે રાજ ઠાકરેનો મોટો દાવો રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમાયું!
Palghar Saphale Murder Case પાલઘર પોલીસે ઉકેલ્યો સફાળે હત્યાકાંડનો ભેદ, સંયુક્ત ઓપરેશનમાં બે મુખ્ય આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Exit mobile version